માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ કહ્યું છે કે ‘ડિજિટલ ઇન્ડિયા અભિયાનને આપણું જીવન આસાન બનાવી દીધું છે.’ જાહેરના કામો જેવા કે બેન્કિંગ, પોસ્ટ ઓફિસ, સરકારી સેવાઓ, રેલવે બુકિંગ વગેરેમાં લાઈનોમાં ઊભા રહેવાથી દેશવાસીઓને આઝાદી મળી ગઈ છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાન આધુનિક ભારતની છબી છે. દુનિયાની 40% ડિજિટલી, નાણાકીય લેવડદેવડ એકલા ભારત દેશમાં થાય છે એ આપણા ડિજિટલ ઇન્ડિયાના અર્થતંત્રની સૌથી મોટી ઉપલબ્ધિ છે. ટેકનોલોજી નો યોગ્ય ઉપયોગ કેટલો ક્રાંતિકારી છે તે ડિજિટલ ઇન્ડિયા અભિયાનના માધ્યમથી લોકોને ખ્યાલ આવ્યો છે. આ પુસ્તક જુદા જુદા કોર્સના વિદ્યાર્થીઓને રેફરન્સ બુક તરીકે પણ ઉપયોગી અને મદદરૂપ બની રહે તેવી ક્ષમતા ધરાવે છે. ઉપરાંત સરકારના વિવિધ વિભાગોના જનજાગૃતિ કાર્યક્રમ માટે પણ આ પુસ્તક ઉપયોગી બની રહેશે.
‘ઇન્ટરનેટ’ પુસ્તકમાં ભારતમાં ઇન્ટરનેટની સ્થિતિ, ઓનલાઇન વ્યવસ્થા સામેના પડકારો, ઓનલાઇન વેબ જર્નાલિઝમ અને તેનો ટૂંકો ઇતિહાસ, ઈ-મેઈલ અને બ્લોગની દુનિયા, જુદી જુદી વેબસાઈટસની દુનિયા, ઈન્ટરનેટની સ્પીડ અને દેશના વિવિધ ભાગોમાં તેના નેટવર્કની પહોંચ, ઇન્ટરનેટ ઉપર વાંધાજનક કન્ટેન્ટ ટેકનોલોજી સહિતના વિષયો પર ફોકસ કરવામાં આવ્યું છે.
Internet
₹300.00 ₹270.00
Availability: 3 in stock
Reviews
There are no reviews yet.