આ પુસ્તકમાં લેખકે તેમને ગમતાં 33 ગીતકારો કે જેમને ૧૯૪૫થી ૧૯૮૫ દરમ્યાન ગીતકાર તરીકે ભૂમિકા નિભાવી હોય અને જેઓ તે સમયગાળાના મહત્વના ગીતકાર રહ્યા હોય તે લીધા છે. આ પુસ્તકને જોતાં જ પુસ્તક પાછળની લેખકની મહેનત સ્પષ્ટ દ્રષ્ટિગોચર થાય છે.
એક અભિન્ન અનુબંધ
‘‘એક અભિન્ન અનુબંધ” એ હિન્દી ફિલ્મ ગીતોમાં રહેલા કાવ્યતત્વની સુગંધને ગુજરાતી ભાષામાં મહેકાવી દેનાર પુસ્તક છે જે દરેક વંચાતા પેજ પર આગળના પેજ વિશેના કુતૂહલને છોડી જાય છે. લેખકના જ શબ્દોમાં કહીએ તો હિન્દી ફિલ્મોના ગીતોનો આપણી જીવન યાત્રા પર ખૂબ મોટો પ્રભાવ છે દરેક સંબંધ, તહેવાર, પરિસ્થિતિ, ભાવના, ઋતુ, રમતગમત, મોજ-મજા, પ્રવાસ, પાર્ટી વગેરે તમામ બાબતો માટે ફિલ્મોમાં ગીતો છે અને તે બધા ગીતો સાથે આપણે આપણી જાતને જોડી શકીએ છીએ. ફિલ્મોના ગીતો કોઈપણ સ્થિતિ-સમય-પ્રસંગ-વ્યવસ્થાને અનુરૂપ બનીને સમગ્ર જીવન યાત્રા દરમિયાન આપણી સાથે જ હોય છે. આમ ફિલ્મના ગીતો સાથે આપણો અતૂટ નાતો છે, જે આ પુસ્તકના નામને સાર્થક કરે છે – ‘એક અભિન્ન અનુબંધ’
EK ABHINNA ANUBANDH
Poetry₹600.00 ₹540.00
Availability: 5 in stock
Reviews
There are no reviews yet.