પંચાયત ધારો તારીખ 15 4 2022 સુધી સુધાર્યા પ્રમાણે સંપાદક બિપિન ચંદ્ર વૈષ્ણવ (આઈએએસ, નિવૃત)
આ પુસ્તક તમામ અધ્યતન સુધારા, વિસ્તૃત સમજૂતી અને કોર્ટના ચુકાદાઓ અને દરેક કલમની સમજૂતીમાં નિયમો-પરિપત્રોનાં સંદર્ભસૂચનો અને છેલ્લે દરેક બાબતની સંપૂર્ણ સંકલિત સંદર્ભ સૂચિ સાથે તૈયાર કરવામાં આવેલ છે. આ પુસ્તકને આપણે ‘પંચાયત સંદર્ભ ગ્રંથ’ પણ કહી શકીએ કારણ કે પંચાયતોની સ્થાપના, તેમની હકુમતનો વિસ્તાર, પંચાયતોની રચના અને તેની મુદત, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, પંચાયતોના કામકાજનું સંચાલન તેની વહીવટી સત્તા અને ફરજો, તેના મિલકતો અને ફંડના હિસાબો વગેરે બાબતોથી લઈને પંચાયતોને લગતી જોગવાઈઓ, વહીવટી અધિકારો, પંચાયતોના સભ્યોની ચૂંટણી જેવી અનેકોનેક બાબતોને વિસ્તૃત સમજૂતી સાથે તેમાં આવરી લેવામાં આવી છે.
પંચાયતી રાજ વ્યવસ્થા ને 73 માં બંધારણ સુધારાથી બંધારણીય સ્થાન મળ્યું છે, તે અન્વયે 1993 ના પંચાયત અધિનિયમનો અમલ શરૂ થયેલ છે. તેથી, ‘પંચાયત’ વિશેની તમામ માહિતીઓ, તેના સુધારાઓ સાથે આવરી લેતાં આ પુસ્તકનું મહત્વ ઘણું જ વધી જાય છે. આ પુસ્તકમાં પંચાયત ધારાની કલમવાર સરળ સમજૂતી, પંચાયતી વહીવટ અને કાયદાનું સુસંકલન કરીને કાયદાના પ્રબંધો, નિયમો, હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, સરકારી ઠરાવો અને પરિપત્રોની વિગતો સરળ અને મુદ્દાસર રજૂ કરી છે, તેમજ પાછળ છેલ્લે પુરવણી 1 થી 11 માં ઉપયોગી માહિતી પણ મૂકી છે. કાયદાના અમલ અને પંચાયતી વ્યવસ્થા સાથે સંકળાયેલા સૌ કોઈને માટે ‘પંચાયત ધારો’ પુસ્તક ખૂબ જ ઉપયોગી નીવડશે.
GUJARAT PANCHAYAT DHARO
Panchayat (GOVERMNET SECTORS)₹2,000.00 ₹1,800.00
Availability: 10 in stock
Weight | 1.28 g |
---|---|
Dimensions | 25 × 19 × 3.8 cm |
Reviews
There are no reviews yet.