આવી વાર્તાઓની એક ખાસિયત એ હોય છે કે તે દરેક વયજૂથના વાચકો માટે સદાય વાંચનક્ષમ બની રહે છે. આમ, બાળ-કિશોર સાહિત્ય શ્રેણીનું આ પુસ્તક મોટેરાં માટે પણ પ્રેરક, પોષક અને સૂચક બની રહેશે.
પુરાતન કાળથી વાર્તાઓનો દોર ચાલ્યો આવે છે. આગળની પેઢીને કોઈ સંદેશ કે અગત્યની વાત પહોંચાડવા માંગતા આપણા વડીલોએ ખૂબ સુંદર રીતે આ સંદેશાઓને વાર્તાના રૂપમાં ગૂંથ્યા છે. આવો જ એક ખાસ સંદેશ – દાનનો સંદેશ પ્રસરાવતી અનોખી વાર્તાઓનો સંગ્રહ એટલે ‘કઢી-ખીચડી’ પુસ્તક. પુસ્તકના મથાળા સાથે જ લેખકે વાક્ય મૂક્યું છે, “જીવન પ્રવાહને પ્રેરક બનાવતી દાનવીર કથાઓ.”
KADHI-KHICHADI
NEW BOOKS₹500.00 ₹450.00
Reviews
There are no reviews yet.