આ પુસ્તકમાં ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો, 1971 અને ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, 1971 ની સરળ ભાષામાં, ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી છે. તેથી સરકારમાં સીધી ભરતીથી નિમાતા અધિકારીઓ/ કર્મચારીઓને ફરજોના ભાગરૂપે કરવાની થતી તપાસની કામગીરી, ખાતાકીય પરીક્ષા, તેમજ પૂર્વસેવા તાલીમાંત પરીક્ષા માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે. લેખક શ્રી સી.પી. ઝિંઝુવાડિયાએ રાજ્યકક્ષાની એપેક્ષ તાલીમ સંસ્થા ‘સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન(સ્પીપા) તેમજ વહીવટી વિભાગો હેઠળની અન્ય તાલીમ સંસ્થાઓમાં, તાલીમાર્થીઓને વર્તણૂક-શિસ્ત અને અપીલ નિયમો, વિજિલન્સ કમિશન સાથેનો પરામર્શ, કચેરી કાર્યપદ્ધતિ, માહિતી (મેળવવાનો) અધિકાર અધિનિયમ, 2005 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 વગેરે વિવિધ વિષયો પર રસપ્રદ વ્યાખ્યાનો આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું છે.

KHATAKIYA TAPASNI PUSTIKA

1,000.00 900.00

Availability: 9 in stock

ખાતાકીય તપાસની પુસ્તિકા
HANDBOOK OF DEPARTMENTAL INQUIRY
લેખક – સી.પી. ઝિંઝુવાડિયા
નાયબ સચિવ (નિવૃત્ત) ગુજરાત સરકાર
લેખકશ્રીએ વહીવટી વિભાગોમાં લાંબા સમય સુધી વર્તણૂક, શિસ્ત અને અપીલ નિયમો હેઠળ વિવિધ તપાસના કેસોની કામગીરી ખંતપૂર્વક કરીને, પ્રત્યક્ષ રીતે બહોળો અનુભવ મેળવ્યો છે. ગુજરાતના રાજ્ય માહિતી કમિશનર શ્રી કિરીટ એમ અધ્વર્યુ લખે છે કે આ પુસ્તક લેખકની વહીવટી બોલચાલની સરળ ભાષા, લેખન શૈલી, તેમની કાર્ય નિષ્ઠા અને સેવા પરાયણતાના બહોળા અનુભવોનો જ્ઞાનપ્રેરિત નીચોડ છે. આ પુસ્તકમાં સમાવિષ્ટ વિષયો અંગે તેમના સ્પષ્ટ વિચારો તથા વિશ્લેષણાત્મક લખાણ અને તેમની રજૂઆતની સુગમ શૈલી વાંચન યોગ્ય અને ઉપયોગી પુરવાર થશે. નિવૃત્ત નાયબ નિયામક (હિસાબ) શ્રી હરેશ એમ. જોશી કહે છે કે આ પુસ્તકની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં તપાસની સઘળી પ્રક્રિયા દરમિયાન વપરાતા કાયદાકીય શબ્દો અને ટેકનિકલ શબ્દસમૂહોનો સરળ અર્થ તેમજ દરેક તબક્કે કરવાના થતાં હુકમોના મુસદ્દા આપ્યા છે. તેઓએ આ પુસ્તક દ્વારા તપાસની સઘળી કામગીરી અંગેની ‘તૈયાર માહિતી’ પીરસવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. નિવૃત્ત મુખ્ય સચિવ, આઈ. એ. એસ. ડૉ. મંજુલા સુબ્રહ્મણ્યમ કહે છે કે આ પુસ્તક જાહેર વહીવટી તંત્રમાં શિસ્ત ભંગ વિષયક કાર્યવાહી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓને, કર્મચારીઓને અને આક્ષેપિતોને, તેમના કર્તવ્યપાલન માટે અને પોતાનો વ્યક્તિગત બચાવ કરવા માટે ‘દીવાદાંડી’ની જેમ સતત મદદરૂપ બની રહેશે. આ પુસ્તકની મદદથી, સરકારી કર્મચારીઓમાં કર્તવ્યપાલન-કાર્યોત્સાહ વધશે તથા આ પુસ્તક ‘ટ્રેનર્સ રિસોર્સ બુક’ તરીકે પણ ઉપયોગી બનશે.

Weight 0.77 g
Dimensions 25 × 18.8 × 2.5 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “KHATAKIYA TAPASNI PUSTIKA”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top