પુસ્તકના લેખિકા ધ્રુવીશા પરમાર પણ આવી જ કંઈક વાત કહે છે. તેમના દાદીમાએ તેમને કીધેલી પૌરાણિક કથાઓ તથા રામાયણ, મહાભારત, ઓખાહરણ જેવા ગ્રંથોમાંથી તેમના મોઢે સાંભળેલી કથાઓ યાદ કરીને તેનો નિચોડ તેઓ અહીં નાની બોધ કથાઓ રૂપે વર્ણવે છે. ઉપરાંત કોલેજના અધ્યાપકોના પ્રવચનોમાંથી શીખેલી સારી સારી વાતોને પણ તેમણે બોધ કથા ના રૂપમાં ઢાળી છે. તે ઉપરાંત તેમના વાંચનમાં આવેલ ગાંધીજીની આત્મકથા, તેમનાં જીવન મૂલ્યો તથા વિદ્યાપીઠના સમૂહ જીવનના પાઠમાંથી પણ તેમને આ બોધ કથાઓ લખવા માટે ઘણી પ્રેરણા મળી છે. તેમના શિક્ષક મમ્મી પાસેથી સાંભળેલી વાર્તાઓ-દંત કથાઓની મહેક પણ આ બોધ કથાઓમાં જોવા મળે છે ડૉ.કનૈયાલાલ ભટ્ટના કહેવા મુજબ આ પુસ્તકની સાહિત્ય ગુણવત્તા કરતાં સામાજિક, વ્યવહારિક અને સંસ્કારી ગુણવત્તા ઊંચા પ્રકારની છે.
નાનપણથી જ બાળકને સારા સંસ્કાર મળે તેવી કથાઓ તેને અલગ અલગ રીતે સાંભળવા મળતી હોય છે, જેના વિવિધ સ્ત્રોત હોય છે મમ્મી, પપ્પા અને બધા વડીલો. તેઓ બાળકને કંઈકને કંઈક સારું શીખવાડતા જ હોય છે અને તે પ્રક્રિયામાં નાની નાની બોધ કથાઓ આપમેળે જ વણાઈ જતી હોય છે.
Navi Disha Navu Uddayan
PRENATMK₹150.00 ₹135.00
Availability: 5 in stock
Reviews
There are no reviews yet.