તેમના કહેવા મુજબ અપરંપાર વિષયો સાથે કાવ્ય સર્જન કરનાર કવિયિત્રિ લય, ગતિ, મન, વચન, કર્મ અને સમર્પણથી પણ આગળ વધીને માતૃભાષા વિશે વાત કરે છે. આ કાવ્યસંગ્રહના આશિર્વાદ પૃષ્ઠ પર લખતા સ્વામી શ્રી સચ્ચિદાનંદજી લખે છે કે આ કાવ્યસંગ્રહ પર એક નજર કરતા જ કવિયિત્રીની કલ્પના શક્તિ અને પોતાના વિચારોની વ્યક્ત કરવાની ક્ષમતા અને સૂક્ષ્મતા ધ્યાનમાં આવ્યા વગર રહેતા નથી. સચ્ચિદાનંદ સ્વામીશ્રીના કહેવા અનુસાર આ કાવ્યસંગ્રહના વિવિધ વિષયો છે અને કવિયિત્રીના વિવિધ ભાવો તેમાં વ્યક્ત થયા છે. તેમાં કુદરત પ્રત્યેનો પ્રેમ, તેની મહત્તા અને આધ્યાત્મિકતાનાં ભાવો પણ વણાયેલા છે.
પાર્થિવી અધ્યારુ શાહના કાવ્યસંગ્રહ સરયુ સ્નેહની સુરેલી સરવાણી એક બહુવિધ વિષયોને આવરી લેતાં કાવ્યોનો એક ઉમદા કાવ્યસંગ્રહ છે. આ કાવ્યસંગ્રહના કવિયિત્રી પાર્થિવી અધ્યારુ શાહના ગુરુ, શ્રી સુધા ભટ્ટ કવિયિત્રીનું સુંદર શબ્દ ચિત્ર રજૂ કરે છે.
Saryu Snehni Surili Sarvani
Poetry₹300.00 ₹270.00
Availability: 3 in stock
Reviews
There are no reviews yet.