ડોક્ટર મોહનભાઈ પંચાલ દ્વારા લિખિત ‘શૈક્ષણિક ચિંતન પુસ્તકમાં વર્ગખંડોમાં કેદ થયેલા શિક્ષણને મુક્તિ આપીને તેને જીવન ઉપયોગી અને વ્યવહારો આયામ બક્ષનાર લેખક શિક્ષણમાં ક્રિયાત્મક અને પ્રાયોગિક પરિવર્તનની વાત કરે છે. તેઓ કહે છે, પરિવર્તનની પ્રક્રિયા અવિરત ચાલ્યા જ કરે છે. આ પરિસ્થિતિઓના સંદર્ભમાં શિક્ષણ પણ બદલાવું જોઈએ. શિક્ષણનાં સિદ્ધાંતો, પદ્ધતિઓ અને પરિણામોમાં આમૂલ પરિવર્તન આવે એ સ્વાભાવિક ગણાવું જોઈએ. દેશ અને દુનિયામાં સામાજિક, આર્થિક, ઔદ્યોગિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે આપણા દેશમાં જે પરિવર્તનો આવી રહ્યા છે તેના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રે બહુ જૂજ, સામાન્ય પરિવર્તન આવ્યું છે.

Shaishanik Chintan

500.00 450.00

Availability: 3 in stock

છેલ્લા 50 વર્ષમાં દેશ અને દુનિયામાં વિવિધ ક્ષેત્રે જે પરિવર્તન નોંધાયું છે તે કદાચ છેલ્લા 2000 વર્ષો દરમિયાન આવેલા પરિવર્તન કરતાં અનેક ગણું વધારે હોઈ શકે છે. આવા પરિવર્તન સાતત્ય સાથે તાલ મિલાવવા માટે પ્રજાજીવનમાં અનેક ક્ષેત્રોમાં જેમ બધુ બદલાતું જાય છે તેમ શિક્ષણ કે અધ્યાપન ક્ષેત્રમાં પણ બદલાવું જોઈએ. આમ, શિક્ષણનાં  સિદ્ધાંતોનું પ્રત્યક્ષીકરણ માનવીકરણ, મનોવિજ્ઞાનીકરણ અને સામાજીકરણ થવું જોઈએ અને શૈક્ષણિક વ્યવસ્થાપન સાથે ટેકનોલોજી નો સમન્વય સધાવો જોઈએ. તેઓ માને છે કે વિદ્યાર્થીઓને કુદરતે સ્વયં ભણવાની અખૂટ શક્તિ આપી છે જેનો તેઓ ઉપયોગ કરીને તેઓ નવું નવું નિયમિતપણે શીખી શકે છે તે માટે આપણે તેમને એક વ્યવસ્થા અંતર્ગત યોગ્ય વાતાવરણ, પ્રેરણા, પ્રેમ અને જરૂરી સાધન સામગ્રી પૂરાં પાડવા જોઈએ.

Reviews

There are no reviews yet.

Be the first to review “Shaishanik Chintan”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top