ગીતાના જ્ઞાનને મેનેજમેન્ટ સાથે અદભુત રીતે સાંકળીને લેખક મેનેજમેન્ટના જુદા જુદા પાસાને આલેખે છે. જો કે લેખક શ્રી બી એન દસ્તુર ખૂબ જ નમ્રતાથી એવું કહે છે કે હું ફક્ત નિમિત છું.

Shrimad Bhagvadgita Ane Aadhunik Management

400.00 360.00

Availability: 5 in stock

શ્રીમદ્ ભગવત ગીતા જેવી ફિલોસોફિકલ રચનાના ઊંડા તત્વજ્ઞાનને આધુનિક મેનેજમેન્ટ સાથે સાંકળવાનો આ જે પ્રયાસ છે તેનો યશ ભગવાન શ્રીકૃષ્ણને, સંસ્કૃતના વિદ્વાનોને અને મેનેજમેન્ટના નિષ્ણાતો નેફાળે જાય છે. મેનેજર કેવો હોવો જોઈએ એના વિશે લેખક ગીતા આધારિત ટિપ્પણી કરતા કહે છે કે તે સામાજિક, આનંદી, ઝડપથી નિર્ણય લેનાર, ખુલ્લા દિમાગનો અને શક્તિથી ભરપૂર હોવો જોઈએ. વળી તે પોતાની જવાબદારી માટે સજાગ હોવો જોઈએ. જો આધુનિક મેનેજમેન્ટમાં ગીતાનો પાઠ ભણાવવામાં આવે તો તે ચોક્કસ રીતે તેમને સફળતા તરફ દોરી જાય કારણ કે શ્રીમદ્ ભગવદગીતામાં નીતિમત્તા અને કાર્યદક્ષતા, વ્યક્તિત્વ અને સમાજ જીવનની સાથે વણાઈ ગયેલી છે. એકવીસમી સદીના મેનેજમેન્ટના નિષ્ણાતો, સફળ લીડરો અને અસરકારક મેનેજરોના વિચાર-વાણી -વર્તન પર આધારિત આ પુસ્તક મેનેજરો, મેનેજમેન્ટ સમીક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થશે.

Reviews

There are no reviews yet.

Be the first to review “Shrimad Bhagvadgita Ane Aadhunik Management”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top