આ પુસ્તક ત્રણ ભાગમાં રજૂ થાય છે. ફોર્બ્સ મેગેઝીનના 2007ના અંકમાં સમાવેશ થયેલ સૌથી ધનિક વ્યક્તિઓના સુવાક્યો પ્રથમ ભાગમાં, આજ સુધીના વિશ્વના બધા જ મહાન બિઝનેસમેન અને લીડર્સના સુવાક્યો બીજા ભાગમાં અને વિશ્વના ‘રીચ અને ફેમસ’ ગણાતા વ્યક્તિઓની જીવંત દ્રષ્ટિ ત્રીજા ભાગમાં રજૂ થયેલ છે. અંગ્રેજીમાં આ પુસ્તકની 11 આવૃત્તિઓ થઈ ચૂકી છે. આ ઉપરાંત બીજી ભાષાઓમાં પણ તેના અનુવાદ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. કુલ પાંચ ભાષાઓમાં આ પુસ્તકની સવા લાખથી પણ વધુ નકલો વેચાઈ ચૂકી છે. શ્રી સોનલ મોદીની કલમથી ગુજરાતી ભાવાનુવાદ થઈ આ પુસ્તક ગુજરાતીમાં પ્રસિદ્ધ થયું જેની 12મી સંવર્ધિત આવૃત્તિ પણ આવી ગઈ છે. ટૂંકમાં આ પુસ્તક એટલે ઉત્સાહ પ્રેરક, સફળતાના સોનેરી સુવાક્યોનું સંગઠન.
‘નામ પ્રમાણે ગુણ’ ઉક્તિ અહીં યથોચિત બંધ બેસે છે. કોઈ બે-ચાર નહીં પણ 179 જગપ્રસિદ્ધ, એમના ક્ષેત્રમાં સફળતાને વરેલા બિઝનેસમેનના વિચારો આ પુસ્તકમાં સરળ શબ્દોમાં રજૂ થયા છે, અને તેના નિતારરૂપે તેમનો દ્રષ્ટિકોણ તથા સફળ થવાની ચાવી અહીં દર્શાવાઇ છે.
The Billion Dollar Book (Gujarati)
INSPIRING BOOKS₹350.00 ₹315.00
Availability: 2 in stock
Reviews
There are no reviews yet.