આ પુસ્તકમાં વાત છે જેલ નંબર છ, તિહાર જેલ દિલ્હીની. આ પુસ્તક એવી મહિલાઓનું છે કે જે તિહાર જેલમાં બંધ છે. વિમલા મહેરા અને વર્તિકા નંદા બંનેના સહયોગથી લખાયેલું આ પુસ્તક તિહાર જેલની મહિલાઓના જીવન ઉપર ઘણો પ્રકાશ પાડે છે. લેખિકા કહે છે કે આ પુસ્તક એ એવી મહિલાઓની વાત છે કે જેમનું શરીર કેદ છે પણ મન કેદ નથી. આ પુસ્તકમાં તિહાર જેલની ચાર મહિલા કેદીઓની કવિતા છે જે તેમણે અનેક પીડાઓની વચ્ચે ઘેરાઈ રહ્યા પછી લખી છે. પુસ્તકમાં કવિતાઓની સાથે સાથે જેલની અંદરની કેટલીક દુર્લભ તસવીરો પણ છે. આ તસવીરો મૂકવા પાછળનો તેમનો હેતુ છે વાચકોને તિહાર જેલથી પરિચિત કરાવવાનો.

Tinka Tinka Tihad

500.00 450.00

Availability: 5 in stock

લેખિકા વર્તિકા નંદા એક પ્રતિષ્ઠિત ન્યુઝ ચેનલમાં રિપોર્ટિંગ કરતા હતા તે વખતે એ વખતમાં તિહાર જેલમાં આવેલી મહિલાઓની અલગ અલગ સ્ટોરી કવર કરવાની તેમને તક મળી અને તેના પરિણામે આ સંવેદનશીલ કવિતાઓ અને ચિત્રો પુસ્તક રૂપે આપણને જોવા મળ્યા. વિમલા મહેરા કહે છે કે આ પુસ્તક દ્વારા મહિલાઓના હૃદયમાં છુપાયેલી મજબૂરીઓને મજબૂતીમાં પરિવર્તિત કરવાની ભાવના સાકાર થઈ છે.

Weight 0.367 g
Dimensions 22.9 × 14.8 × 0.9 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “Tinka Tinka Tihad”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top