આ શૂરવીરધરાની વાતોને શબ્દોમાં ઢાળીને એમણે જે કાર્ય કર્યું છે તે ગુજરાતી સાહિત્યમાં અજોડ છે. ગુજરાતના વાચકોને વટ, વચન અને શૂરાતનની અનોખી કથાઓ પીરસવાનું કામ આ લોકલાડીલા સર્જક ઝવેરચંદ મેઘાણીએ ખૂબ સારી રીતે કર્યું છે. મોટા લોકોને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલી વાર્તાઓને લેખક-સંપાદકશ્રી નટવર ગોહેલે બાળકિશોરકથાઓના રૂપમાં સુંદર રીતે ઢાળી છે અને તેમાં રહેલા વાર્તા રસને બરકરાર રાખ્યો છે. તેથી જ શ્રી નટવર ગોહેલ દ્વારા લેખન-સંપાદન કરવામાં આવેલ આ પુસ્તક ખૂબ આસ્વાદ્ય બન્યું છે.
શ્રી ઝવેરચંદ મેઘાણીને મળેલ ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ તેમના શબ્દોના જાદુને અનુભવ્યા પછી સાવ સાચું લાગે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં તેમણે જાતે જઈને માહિતી એકઠી કરી હતી.
Vat Vachanni Vate
BAL SHAHITYA₹450.00 ₹405.00
Availability: 5 in stock
Reviews
There are no reviews yet.