તેઓ ભારતીય વહીવટી સેવાના અધિકારી છે. શ્રી પાર્થિવી અધ્યારૂ શાહ દ્વારા પુસ્તકનો ભાવાનુવાદ થયો છે. પુસ્તકની છણાવટ જોતાં જ તેના ભાવાનુવાદ પાછળ થયેલ મહેનત દ્રષ્ટિગોચર થાય છે. પુસ્તકના દરેક ચેપ્ટરના અંતમાં ‘મુખ્ય બાબત’ શીર્ષક હેઠળ આખા ચેપ્ટરનો સાર મુકવામાં આવ્યો છે જે વાચકને તેની પાછળના પ્રકરણ સાથે જોડી રાખવા માં મદદ કરે છે. ‘આનાપાન મેડીટેશન’ અને ‘વિપશ્યના’ વિશેની ચર્ચા પણ તેઓ ખુલ્લા દ્રષ્ટિકોણ સાથે કરે છે. અધ્યાત્મ તરફનો સહજ દ્રષ્ટિકોણ નાની વાતમાં મોટી વાત કહી જાય છે. જીવનના હેતુ જેવી ગહન વાત દ્રષ્ટાંત દ્વારા તેઓ સરળ બનાવી દે છે. રોગ અને આરોગ્ય સાથે અધ્યાત્મ અને હકારાત્મકતાનું જોડાણ તેઓ સહજતાથી આલેખે છે.
આરોગ્ય, શિક્ષણ, સ્ત્રી સશક્તિકરણ, મહિલાઓની સુરક્ષા અને આપત્તિ સંચાલન જેવી પરિયોજનામાં અગ્રગામી રહ્યા બદલ લેખિકા શ્રી અંજુ શર્મા રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થઈ ચૂક્યા છે.
Zanzavatne Zarukhe-Paperback
₹350.00 ₹315.00
Availability: 5 in stock
Reviews
There are no reviews yet.