શિક્ષકની કોઈ એક શિક્ષણ પદ્ધતિ ભિન્ન ભિન્ન મનોભાવો અને શક્તિઓ ધરાવતા બાળકો પર એક સરખી અસરકારકની નીવડતી નથી, પરંતુ તેમની રુચિ અને અરુચિ પ્રમાણે તેનું અલગ અલગ પરિણામ જોવા મળે છે. કુટુંબનું જુદું જુદું વાતાવરણ, શારીરિક અને ભૌતિક શક્તિઓનું વૈવિધ્ય તથા કેટલાક વૈયક્તિક ભેદભાવોને પરિણામે આજે વર્ગ શિક્ષણ બિન અસરકારક નીવડતું જણાય છે અને બાળકોને શિક્ષણ કંટાળા રૂપ અને બોજારોપ લાગવા માંડે છે. આમ, લેખક કહે છે કે અભ્યાસક્રમમાં મૂળભૂત પરિવર્તન લાવવાની પ્રથમ જરૂરિયાત છે. બાળકને રોજિંદા વ્યવહારમાં ઉપયોગી એવું ગણિત, ઈતિહાસ, ભૂગોળનું જ્ઞાન, તેના વ્યક્તિત્વનો વિકાસ કરે તેવા સમાજવિદ્યાનું જ્ઞાન, નાગરિકની ફરજો, જીવનમાં ઉપયોગી ગૃહ વિજ્ઞાન, શરીર વિજ્ઞાન, પ્રાથમિક યંત્ર વિજ્ઞાન, આરોગ્યના મૂળભૂત ખ્યાલો, સાદી મોજણી, વપરાતી ભાષા અને તેનો ઉપયોગ આ બધું લક્ષમાં રાખીને અભ્યાસની પુન:રચના કરવી જરૂરી લાગે છે.

Clasroom Technica

500.00 450.00

Availability: 2 in stock

દુનિયાના શિક્ષણ શાસ્ત્રીઓની જહેમત, ચિંતન અને પ્રયોગોને પરિણામે તથા વિજ્ઞાન અને ટેકનોલોજી ના વિકાસને કારણે આજે આપણી પાસે સમયની માંગને પહોંચી વળવા માટેના સાધનો છે, પદ્ધતિઓ છે. વર્ગ શિક્ષણની સ્થિતિને સુધારવા માટે વૈજ્ઞાનિક અભિગમ અને પ્રયુક્તિઓ અજમાવીને પ્રત્યક્ષ અનુભવો દ્વારા સાચું અને કાયમી જ્ઞાન આપી શકાય છે. સાદા ચિત્રો, બુલેટિન બોર્ડ, ફ્લેનલ બોર્ડ, નકશા, પૃથ્વીનો ગોળો, પ્રોજેકટર્સ, સ્લાઈડ્સ વગેરે અનેક જાતનાં દ્રશ્ય-શ્રાવ્ય સાધનો વગેરેના અસરકારક ઉપયોગ કરી શિક્ષણને અધિક રસમય બનાવવા માટેનું માર્ગદર્શન આ પુસ્તકમાં આલેખાયું છે.

Shopping Cart
Scroll to Top