આ પુસ્તક ‘‘એકમેવ… ધીરુભાઈ અંબાણી” રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શ્રી પરિમલ નથવાણી દ્વારા લખવામાં આવેલ છે અને નવભારત પબ્લિકેશન દ્વારા તેની ત્રણ ભાષામાં આવૃતિઓ તૈયાર કરી તેને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના અવિભાજ્ય અંગ એવા શ્રી પરિમલ નથવાણીની કલમે શ્રી ધીરુભાઈ અંબાણી નું ચરિત્ર વર્ણન એટલે સોનામાં સુગંધ. પરિમલભાઈએ શ્રી ધીરુભાઈ અંબાણીની સાથે ઘણા વર્ષો કામ કર્યું છે અને તેમણે ઘણા પ્રોજેક્ટસને સફળતાથી પાર પાડવામાં ધીરુભાઈનો સાથ નિભાવ્યો છે. આથી, સામાન્ય રીતે ધીરુભાઈ વિશે લખાતા પુસ્તકો કરતાં આ પુસ્તક કંઈક અલગ જ ભાત પાડે છે.
એકમેવ… ધીરુભાઈ અંબાણી
આ પુસ્તક કથા કહે છે એક મુઠ્ઠી ઊંચેરા માનવીની, જેની વ્યાપાર અંગેની સૂઝ-સમજની સમગ્ર વિશ્વએ નોંધ લીધી. આ મુઠ્ઠી ઊંચેરો માનવી છે ‘ધીરુભાઈ અંબાણી’. આ ગુજરાતીએ એક વિશાળ વ્યાપાર સામ્રાજ્ય વિકસાવ્યું અને જેનાથી હજારો રોજગાર દેશમાં ઉત્પન્ન થયાં. દેશના વિકાસમાં તેમનો મોટો ફાળો છે. ‘જે દેશ માટે યોગ્ય છે એ તેમની કંપની ‘રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ’ માટે પણ યોગ્ય છે’ એવી ઉચ્ચ ભાવના તેઓ ધરાવતા. જયારે આ વિરાટ વ્યક્તિત્વ વિશે એવાં કોઈ વ્યક્તિ દ્વારા લખવામાં આવે કે જેણે તેમની સાથે ઘણો સમય વિતાવ્યો છે અને તેમની કાર્યશૈલીનાં સાક્ષી રહ્યાં છે તો એ પુસ્તક ઘણું આધારભૂત અને આસ્વાદ્ય બની જાય છે.
Ekmev… Dhirubhai Ambani (Gujarati)
PRENATMK₹1,000.00 ₹900.00
Availability: 10 in stock
Reviews
There are no reviews yet.