જુદા જુદા પુસ્તકોમાં વહેંચાયેલા એક જ વિષય બાબતના નિયમો, જાહેરનામા વગેરેને વિષય વાર સુસંકલિત કરીને વધારે સારી અને ત્વરિત રીતે જરૂરી માહિતી મળી રહે તે રીતે આ પુસ્તકનું પુનઃ સંપાદન કરી તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.  આ પુસ્તકમાં પંચાયતોનાં લોકલ ફંડ, ઓડિટને લગતાં તથા વિવિધ નાણાકીય કાર્યવાહી અંતર્ગત યોજાતાં શબ્દોની વ્યાખ્યાઓ, શરતો, તેનું અર્થઘટન, કલમો, પેટા કલમો, નિયમો, પેટા નિયમો, અને આ સર્વેની વિસ્તૃત, સરળ સમજૂતી, તેનાં વિકલ્પો વિગેરે ઝીણી ઝીણી વિગતો આવરી લેવાઈ છે. આથી જ ‘ પંચાયત નિયમો’ માટે આ પુસ્તક એક આદર્શ અને આધારભૂત રેફેરેન્સ બુક બની રહે છે.

PANCHAYAT NIYAMO BHAG – 5

500.00 450.00

Availability: 10 in stock

પંચાયત નિયમો ભાગ – ૫ અંદાજપત્ર અને નાણાકિય નિયમો 2014 લોકલફંડ ઓડિટ એક્ટ નિયમો અને નાણાકિય બાબતોની દેખરેખ અને નિયંત્રણ
તારીખ 30-11-2019 સુધી સુધાર્યા પ્રમાણે સંપાદક બિપીનચંદ્ર વૈષ્ણવ આઈ. એ. એસ. (નિવૃત્ત)

આ પુસ્તકમાં કુલ આઠ વિભાગ આપેલાં છે જેમાં નાણાકીય હિસાબના સામાન્ય અગત્યના સિદ્ધાંતો અને નિયમો, ગુજરાત પંચાયત નાણાકીય, હિસાબ અને અંદાજપત્ર નિયમો 2014, ગુજરાતના તાલુકા અને જિલ્લા પંચાયતોના ઉપ-પ્રમુખોને મળતાં માનદવેતન અને ભથ્થાં, ગુજરાત જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના કાર્યકારી અધ્યક્ષને માનદવેતન અને ભથ્થાં, ગુજરાત પંચાયતોનાં આમંત્રિતોને મળતું મુસાફરી ભથ્થું, ગુજરાત પંચાયતોનાં કોર્ટ વગેરેમાં હાજરી માટે મુસાફરી ભથ્થું, ટેકનિકલ વ્યક્તિઓને સભામાં હાજરી માટે ભથ્થું વગેરે માટેના 2014ના નિયમો તથા ગુજરાત ગ્રામ પંચાયત દેખભાળ (ખર્ચ)ના 2013ના નિયમો ને આવરી લેવામાં આવ્યા છે. આ પુસ્તકમાં પંચાયતોનાં લોકલ ફંડ, ઓડિટને લગતાં તથા વિવિધ નાણાકીય કાર્યવાહી અંતર્ગત યોજાતાં શબ્દોની વ્યાખ્યાઓ, શરતો, તેનું અર્થઘટન, કલમો, પેટા કલમો, નિયમો, પેટા નિયમો, અને આ સર્વેની વિસ્તૃત, સરળ સમજૂતી, તેનાં વિકલ્પો વિગેરે ઝીણી ઝીણી વિગતો આવરી લેવાઈ છે. આથી જ ‘ પંચાયત નિયમો’ માટે આ પુસ્તક એક આદર્શ અને આધારભૂત રેફેરેન્સ બુક બની રહે છે. પુસ્તકના પરિશિષ્ટ એકમાં ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ થયેલા નિયમોની યાદી આપવામાં આવેલી છે તથા પરિશિષ્ટ બે અંતર્ગત 1993ના પંચાયત ધારા હેઠળ નવા નિયમો થતાં સુધી પંચાયતોને કલમ-276(2)(જે) અન્વયે લાગુ પડતા ૧૯૬૧ના પંચાયત ધારા હેઠળના નિયમોની યાદી આપવામાં આવેલી છે રાજ્યભરના પંચાયત વિભાગના નાણાકીય નિયમો અને કાયદાઓની સુધારા સાથેની સાચી માહિતીને હાથવગી કરી આપનાર આ પુસ્તક એ ‘પંચાયત નિયમો’ પુસ્તક સીરીઝનો પાંચમો ભાગ છે. આ સીરીઝએ ગુજરાતમાં ઘણી લોકચાહના મેળવી છે. શ્રી બિપીનચંદ્ર વૈષ્ણવની અનુભવી કલમે લખાયેલ આ પુસ્તક સીરીઝમાં આ વિષયની દરેક પ્રકારની માહિતી સરળ રીતે ઉપલબ્ધ બને છે.

Shopping Cart