આ પુસ્તક છે સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટસ, કેન્દ્રીય માહિતી આયોગ, ગુજરાત રાજ્ય માહિતી આયોગ તથા અન્ય રાજ્ય માહિતી આયોગના ચૂંટી કાઢેલા 370 ચૂકાદાઓનો સંક્ષિપ્તમાં ભાવાર્થ સાર સંગ્રહ. તેમાં સમાવેશ થયો છે માહિતી અધિકાર અધિનિયમ 2005 ને લગતા અગત્યના ઠરાવો, પરિપત્રો અને માર્ગદર્શિકાઓનો.આ પુસ્તકમાં મુખ્યત્વે બે બાબતો ધ્યાનમાં લઇ વિષય વસ્તુનો સમાવેશ કરેલ છે. એક તો માહિતી અધિકાર અધિનિયમ 2005 અન્વયે અરજદારોને જાહેર માહિતી અધિકારી દ્વારા મળતા પ્રતિભાવો સંદર્ભે કોઈ પણ પ્રકારની માહિતીઓની અપૂર્ણાંતા, અધૂરપ અથવા માહિતીઓ સંદર્ભે અરજદારોને થતા અસંતોષને કારણે થતી અપીલો અને ફરિયાદો અન્વયે થતા ન્યાયિક હુકમો એટલે કે ચુકાદાઓ પૈકીના લેખકને યોગ્ય લાગેલા મહત્વના ચુકાદાઓનો સંક્ષિપ્ત ભાવાર્થરૂપે સાર રજૂ કર્યો છે. આવી અપીલો અને ફરિયાદો જેનો કેન્દ્રીય માહિતી આયોગ, ગુજરાત રાજ્ય માહિતી આયોગ અને કેટલાક અન્ય રાજ્ય માહિતી આયોગના ચુકાદાઓનો આ પુસ્તકમાં સમાવેશ થયો છે.

.R.T.I. 370 SAMVATSAR NYAY SARSANGRAH

,

1,500.00 1,350.00

Availability: 5 in stock

એવી જ રીતે અલગ અલગ આયોગના ચુકાદાઓથી પણ હજુ વધુ સારો ન્યાય મેળવવા નાગરિકોએ કરેલી જુદી જુદી હાઇકોર્ટમાં પીટીશનનો અને તેના થયેલા હુકમોનો અભ્યાસ કરી પસંદ કરેલા હાઇકોર્ટના ચુકાદાઓના મહત્વના નિરીક્ષણનો સમાવેશ કરી લેખક દ્વારા સારાંશ લખવામાં આવેલા છે. કેટલાક અરજદારો કે જાહેર સત્તા મંડળો દ્વારા ઘણી અરજીઓના આયોગ, હાઇકોર્ટ કે ડિવિઝન બેન્ચની અપીલો / હુકમો સામે ભારતની સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ થયેલ છે. તેમાંથી પણ લેખકને જરૂરી લાગ્યા તેવા, સુપ્રીમ કોર્ટના કેટલાક ચુનંદા ચુકાદાઓનો ભાવાર્થ-સારાંશ અહીં રજૂ કરવામાં આવેલ છે. છેલ્લા ૧૯ વર્ષના આવા હજારોની સંખ્યામાં થયેલા અલગ અલગ ન્યાયિક સંસ્થાઓ/અદાલતોના ચુકાદાઓમાંથી બધું મળીને અંદાજે 5,000 જેટલા ચુકાદાઓનું વાંચન અભ્યાસ કરી તેમાંથી તમામ રીતે ઉપયોગી થઈ શકે તેવા 370 ચૂકાદાઓ અહીં સાર-સંગ્રહ રૂપે રજૂ થયા છે.
પુસ્તકના બીજા વિષયવસ્તુમાં ભારત સરકારશ્રીના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ વિભાગ દ્વારા યથાસમયે ઇશ્યૂ કરવામાં આવેલી કેટલીક ઉપયોગી કચેરી યાદીઓ, માર્ગદર્શિકાઓ કે સૂચનાઓને ઓનલાઈન માધ્યમથી ડાઉનલોડ કરી ઉપભોક્તાઓના માર્ગદર્શન માટે, રેડી રેફરન્સ તરીકે અહીં આપવામાં આવેલ છે. તે જ પ્રમાણે ગુજરાત રાજ્ય સરકારશ્રીના એ. આર. ટી. ડી./આર. ટી. આઈ. સેલ દ્વારા ઈશ્યુ કરવામાં આવેલા કેટલાક વધુ ઉપયોગી ઠરાવો/સૂચનાઓ/પરિપત્રો વગેરે પણ અહિં સામેલ કરવામાં આવેલ છે. આ પુસ્તક એ તમામ ઉપભોક્તાઓ માટે ઉપયોગી સાબિત થશે કે જે માહિતી મેળવવા/માંગવા/પૂરી પાડવા/નકારવા ઈચ્છે છે. કેસના ન્યાયિક નિકાલ માટે જરૂરી સંદર્ભો સાથેના ચુકાદાઓના નિરીક્ષણ પ્રાપ્ત થવાથી ભવિષ્યમાં માહિતી અધિકાર અધિનિયમ 2005 અન્વયે તે સર્વેને ઉપયોગી થઇ રહેશે.

Reviews

There are no reviews yet.

Be the first to review “.R.T.I. 370 SAMVATSAR NYAY SARSANGRAH”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top