‘રાજ્ય સેવકોની સેવા વિષયક બાબતોની માર્ગદર્શિકા’ અંગેના આ પુસ્તકમાંનુ લખાણ ગુજરાત સરકારશ્રીના લાગુ પડતા, સંબંધિત સેવા-મહેકમ વિષયક નિયમો, ઠરાવો, પરિપત્રો અને લેખકના સરકારી સેવાકાળ દરમિયાનના અનુભવોના આધારે તૈયાર કરાયેલ છે. લાગુ પડતા નિયમો, ઠરાવો, પરિપત્ર વખતોવખત બદલાતા રહે છે. આ પુસ્તકમાં માર્ચ 2024 સુધીના સુધારા આવરી લેવાયેલ છે. રાજ્ય સેવકોની સેવા વિષયક બાબતોની માર્ગદર્શિકા અંગે લખાયેલ આ પુસ્તક સરકારી અધિકારીઓને અને કર્મચારીઓને સરકારી સેવા વિષયક બાબતોની પાયાની જાણકારી મળી રહે તે હેતુસર તૈયાર કરવામાં આવેલ છે. જેમણે ગુજરાત સરકારમાં સચિવાલય કક્ષાએ 40 વર્ષ સુધી જુદા જુદા વહીવટી પદો પર સંનિષ્ઠાપૂર્વક ફરજો બજાવેલ છે તેવાં લેખક શ્રી સી.પી. ઝિંઝુવાડીયા દ્વારા લિખિત આ પુસ્તક રાજ્ય સેવકોને તેમની હોદ્દાકીય, રોજબરોજની વિવિધ વહીવટી કામગીરી કરવામાં અને કરાવવામાં મદદરૂપ થશે.

.RAJYA SEVAKNI SEVA VISHYAK BABATNI MARGDARSHIKA

700.00 630.00

Availability: 13 in stock

લેખકશ્રીએ આ પુસ્તકમાં મહેકમ વિષયક બાબતો જેવી કે ભરતી, નિમણૂક, કામગીરી મૂલ્યાંકન અહેવાલ, બઢતી, સિનિયોરીટી, રોસ્ટર અનામત, હાઇકોર્ટ મેટર્સ, હુકમોનું મુસદ્દા લેખન, ભરતી-પરીક્ષા નિયમોનું ઘડતર વગેરે અંગેની આધારભૂત પાયાની વિગતો સરળ ગુજરાતી રાજ-ભાષામાં માર્ગદર્શનરૂપે લખેલ છે. આ પુસ્તક, તેમના સરકારી સેવા દરમિયાનના બહોળા અનુભવોનો જ્ઞાનપ્રેરિત નિચોડનો ચિતાર દર્શાવે છે. તાલીમાર્થીઓ, અધિકારીઓ અને કર્મચારીઓને તેમની પૂર્વ સેવા તાલીમાંત પરીક્ષાઓ માટેનાં વિવિધ પરીક્ષા નિયમોમાંના પેપર વાઇઝ સિલેબસ-ટોપિકસનો તલસ્પર્શી રીતે અભ્યાસ કરવામાં આ પુસ્તક સહાયક બની રહે તે બાબત પણ લક્ષમાં રાખવામાં આવેલ છે. આમ, આ પુસ્તક તેઓને પૂર્વ સેવા તાલીમાંત પરીક્ષા અને ઉપલી જગ્યા પર બઢતી માટેની ખાતાકીય પરીક્ષાની પૂર્વતૈયારી કરવામાં ઘણું મદદરૂપ થશે. પુસ્તકમાં રાજ્ય સરકારની વહીવટી સેવા વિષયક બાબતોને સંબંધિત અધ્યતન હુકમોની યાદી દરેક પ્રકરણના અંતે સંદર્ભ દર્શન સારું આપેલ છે જેથી જે-તે કેસમાં સરકારશ્રીના હુકમ, સંદર્ભ/આધાર ત્વરિત મળી રહે.
ગુજરાત રાજ્યનાં પૂર્વ રાજ્ય માહિતી કમિશ્નર શ્રી કિરીટ એમ. અધ્વર્યુ કહે છે કે ‘આ પુસ્તક જાહેર સેવામાં રસ-રુચિ અને વૃત્તિ ધરાવતા જાહેર સેવકો માટે એક Handbook સમાન છે.’ તો, આ પુસ્તક વિશે નિવૃત્ત જી. એ. એસ. શ્રી એન. એ. પટેલસાહેબ કહે છે કે ‘તેઓનું આ પુસ્તક વહીવટી સેવા મહેકમ વિષયક બાબતોની પ્રાથમિક જાણકારી મેળવવા માટેનો માસ્ટર પીસ બની રહેશે.’

AUTHOR (WRITER) :  C. P. ZINZUVADIYA

BOUND TYPE : HARD BOUND

Weight 0.513 g
Dimensions 27.9 × 22.2 × 2 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “.RAJYA SEVAKNI SEVA VISHYAK BABATNI MARGDARSHIKA”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top