કવિયિત્રી પોતાની કવિતા વિશે કહે છે કે કવિતા ક્યારેય માત્ર લખાતી નથી તે અનુભવાય છે. જીવનની દરેક ક્ષણ, દરેક સંબંધ, દરેક ખુશી, દરેક વેદના અને દરેક આશા જ્યારે હૃદયને સ્પર્શે છે ત્યારે તે શબ્દોનું રૂપ ધારણ કરે છે. એ જ શબ્દો કવિતા બનીને કાગળ પર અવતરે છે. આ કાવ્ય સંગ્રહમાં સમાવિષ્ટ દરેક કવિતા કવિયિત્રીના જીવનના અનુભવો, સમાજના અવલોકનો અને માનવીય સંવેદનાઓનું પ્રતિબિંબ છે. અહીં ક્યાંક માતાનો અખૂટ પ્રેમ છે, ક્યાંક પિતાનો મૌન ત્યાગ છે ક્યાંક પ્રકૃતિનું સૌંદર્ય છે, તો ક્યાંક સમયના બદલાતા મૂલ્યોની ચિંતા છે. ક્યાંક સંબંધોની ઉષ્મા છે, તો ક્યાંક જીવનના સંઘર્ષોમાંથી જન્મેલી આશાનો પ્રકાશ છે. આમ આ કાવ્યસંગ્રહ એ માત્ર પુસ્તક નથી પરંતુ કવિયિત્રીની અંતરયાત્રાનો સાક્ષી છે. સાક્ષીભાવની આ રંગોળીમાં દરેક વાચક પોતાના જીવનના પણ કેટલાક રંગો જરૂરથી મેળવી શકશે.
આ કાવ્યસંગ્રહના મુખપૃષ્ઠ પર જ હૃદયસ્પર્શી બે લાઈન જોવા મળે છે – હૃદય ધબકે છે એટલે જીવન જીવંત છે… શબ્દો ધબકે છે એટલે કવિતા અમર બને છે. આવાં જ સ્પંદન આગળ વધારતાં કાવ્યસંગ્રહની પ્રસ્તાવનાની શરૂઆતમાં જ કવિયિત્રી કહે છે કે, કવિતા એ શબ્દોનો શણગાર નથી… કવિતા એ આત્માનો નિ:શબ્દ સ્વર છે. અહીં કવિયિત્રી અંગ્રેજ કવિ શ્રી વિલિયમ વર્ડ્ઝવર્થના એક ક્વોટનું ભાષાંતર કરતા લખે છે કે કવિતા એ પ્રબળ લાગણીઓનો સહજ અને સ્વાભાવિક ઉછાળો છે; પરંતુ તેનો જન્મ શાંત મનથી સ્મરણમાં આવતી લાગણીઓમાંથી થાય છે.
SPANDAN
₹160.00 ₹144.00












Reviews
There are no reviews yet.