લેખક કહે છે કે જગતની પ્રથમ પાંચ મહત્વની શોધો ગણવાની હોય તો પૈડું અને અગ્નિ ઉપરાંત તેમાં વર્લ્ડ વાઈડ વેબનો પણ સમાવેશ આપણે કરવો જોઈએ. વર્લ્ડ વાઈડ વેબ નો વેગ જોતાં કહી શકીએ કે વિજ્ઞાનની ભાગ્યે જ કોઈ શોધ આટલી ઝડપે આટલા લોકો સુધી પહોંચી હશે અને પોતાના મૂળિયા આટલા ઊંડા જમાવી દીધા હશે.

Websit-Blog-Google

300.00 270.00

Availability: 3 in stock

90 ના દાયકાના અંતથી ઇન્ટરનેટના અશ્વ પર સવાર થઈને વર્લ્ડ વાઈડ વેબ દુનિયાભરમાં ફેલાઈ ગયું છે. લેખક કહે છે વર્લ્ડ વાઈડ વેબનું આક્રમણ ઘણું હકારાત્મક છે. તેનાથી માહિતીનો વિસ્ફોટ થયો છે. જ્ઞાનના દરવાજા ખુલી ગયા છે અને અભિપ્રાય સ્વાતંત્ર્ય ચરમસીમાએ પહોંચ્યું છે. વેબસાઈટ-બ્લોગ-ગુગલ પુસ્તકમાં વેબસાઈટ વિષયક માહિતી પ્રદ પ્રકરણ વર્લ્ડ વેબની માયાજાળ, ઇન્ટરનેટ પ્રાઇવેસી, વિકિલીક્સ અને તેના સ્થાપક જુલિયન અસાંજે, બ્લોગ જર્નાલિઝમ, ઓનલાઇન મીડિયામાં ગુગલ, સિરિ, એલેક્ઝા એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરેથી જાસૂસી, ઝોમેટો, સ્વિગી જેવી હોમ ડિલિવરી સિસ્ટમ, જસ્ટ ડાયલ જેવી ઓનલાઈન સુવિધાઓ, એપલ અને ગુગલ પ્લે સ્ટોર દ્વારા જુદી જુદી એપ ડાઉનલોડના ફંડા, ગુગલ મેપ, ગુગલ ટ્રેકિંગ અને ઓનલાઇન સિક્યુરિટી ચેક પોઇન્ટની માહિતી નો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ પુસ્તક જુદા જુદા કોર્સના વિદ્યાર્થીઓને રેફરન્સ બુક તરીકે પણ ઉપયોગી અને મદદરૂપ બની રહે તેવી ક્ષમતા ધરાવે છે. ઉપરાંત સરકારના વિવિધ વિભાગોના જનજાગૃતિ કાર્યક્રમ માટે પણ આ પુસ્તક ઉપયોગી બની રહેશે.

Shopping Cart