કવિશ્રી ના કહેવા પ્રમાણે તેમના જીવનમાં વણાયેલી અતિગુપ્ત આધ્યાત્મિક યાત્રા તેમજ ગુહ્યતમ આધ્યાત્મિક અનુભૂતિઓની અભિવ્યક્તિ પણ તેમના ચારેય કાવ્યસંગ્રહોના કાવ્યમાં ક્યાંક સીધી રીતે તો ક્યાંક આડકતરી રીતે વિખરાયેલી પડી છે. પોતાનાં કાવ્યો વિશે કવિશ્રી કહે છે કે કાવ્યસંગ્રહના દરેક પાના પર દરેક કવિતામાં અને કવિતાની દરેક લીટીમાં હીરા, પન્ના અને મોતી જડેલા છે અને ઉમેરે છે કે કોઈ વિરલા, હંસ કે પરમહંસ જ તેના પારખાં કરી શકે. શ્રી વણજારાસાહેબની ભાષામાં કહીએ તો તેમના ચાર કાવ્યસંગ્રહો ગુજરાતી સાહિત્ય અને કાવ્ય જગતના ચાર વેદ સમાન છે, એવું કહ્યા બાદ તેઓ એમ પણ કહે છે કે આ કોઈ અતિશયોક્તિ નથી. પોતાના ચાર કાવ્યસંગ્રહોને તેઓ તેમના દ્વારા થયેલી રાષ્ટ્રવંદનાનું પ્રગટ સ્વરૂપ માને છે.
રાષ્ટ્ર વંદના કાવ્યસંગ્રહના કાવ્યો વીરરસ, ક્ષાત્રવૃત્તિ અને રાષ્ટ્રપ્રેમથી તરબોળ છે. સમાજમાં સામાજિક એકતા, એકાત્મતા અને સમરસતા સંપૂર્ણપણે પ્રસ્થાપિત થાય તેવી પ્રબળ આકાંક્ષા પણ આ કાવ્યસંગ્રહના ઘણા કાવ્યોમાં વ્યક્ત કરવામાં આવી છે. કવિશ્રી કહે છે કે ભારતના સુદૂર અતિત અને ઇતિહાસ પર નજર નાખવામાં આવે તો એક બાબત સ્પષ્ટ છે કે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતામાં રાષ્ટ્ર હંમેશા કેન્દ્રસ્થાને રહ્યો છે અને રાષ્ટ્રના પાયામાં રહી છે આધ્યાત્મિકતા. ભારતની ઓળખાણ એક આધ્યાત્મિક ભારત તરીકેની રહી છે. ભારતની આધ્યાત્મિકતાએ રાષ્ટ્રને હંમેશા સર્વોપરી માન્યો છે. રાષ્ટ્ર સામે બધું જ ગૌણ છે.
RASHTRAVANDANA
₹500.00 ₹450.00
Availability: 5 in stock












Reviews
There are no reviews yet.