આ પુસ્તકના ફક્ત થોડા જ પેજ ઉથલાવવાથી તરત જ ખ્યાલ આવે છે કે આ પુસ્તકનું નામ દરિયો GSTની તરસનો એકદમ સાર્થક છે અને GST જેવા અટપટા કાયદાની બહુ જ સરળ સમજુતી રૂપી મોતી આ દરિયાના ઊંડાણમાંથી લાવી લેખકશ્રી આ પુસ્તકમાં વિખેરે છે. એક મોર્ડન ગૃહિણીની વ્યથા: ઓનલાઇન ખાવાનું મંગાવીએ છીએ તોય GST લાગે છે, બોલો! અરે યાર! થિયેટરમાં પિક્ચર જોવા જઈએ તોય GST લગાડીને મનોરંજન મોંઘુ કેમ કરાય છે? જેવા રસપ્રદ મથાળા નીચે લેખકશ્રી GSTના અટપટા કોયડાને હળવેથી ઉકેલે છે. GST તો ખરેખર જ દરિયો છે. સ્પર્ધાત્મક પરીક્ષાની કે ઇન્ટરવ્યુની તૈયારી કરતાં અથવા GST કાયદા અને કોમર્સ વિષય સાથે સંકળાયેલ સૌને આ પુસ્તકમાં અપાયેલ સમજૂતી ખૂબ જ ઉપયોગી થશે.
(GST ના કર્મચારીઓ, અધિકારીઓ, સલાહકારો અને CA/CS તેમજ કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને ઉપયોગી) વિનોદ અડવાણી નિવૃત્ત IAS સંયુક્ત કમિશ્નર SGST/GST એ એક પરોક્ષ વેરો છે. આપણા દેશમાં વિકાસના વિવિધ કામો કરવા માટે અને કલ્યાણકારી યોજનાઓ ચલાવવા માટે જરૂરી એવી રાજ્યની કુલ વેરાકીય આવક પૈકી 70% જેટલી આવક GST અને વેટ જેવા પરોક્ષ વેરામાંથી આવે છે. આપણા દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના 17 જેટલા પરોક્ષ વેરાના કાયદા હતા જેનો અમલ છેલ્લા 66 વર્ષથી થતો હતો તેને ભેગા કરીને એક કાયદામાં સમાવિષ્ટ કરી તેને કાર્યાન્વિત કરવાનો ખૂબ જ મોટો પડકાર પાર પાડવામાં આવ્યો છે. આ વેરો બેવડાય નહીં અને તેનું ઓવરઓલ ભારણ ઘટે, સમતોલ આર્થિક વિકાસ થાય, રાજ્યો રાજ્યો વચ્ચે વેરાના દરનું યુદ્ધ રોકાય, આપણા ઉદ્યોગો વૈશ્વિક સ્પર્ધામાં ટકી શકે, નિકાસને પ્રોત્સાહન અને વેગ મળે, નવી કર પ્રણાલીમાં તેનો અમલ કરવામાં અને કરાવવામાં સરળતા રહે, ઓછામાં ઓછા વિવાદો અને કોર્ટ કેસો થાય વગેરે જેવા શુભ હેતુથી આ કાયદો અમલમાં મુકાયો હતો. GST કાઉન્સિલ તેમજ ઘણી પેટા કમિટીઓમાં પોતાનું આગવું યોગદાન આપી ચૂકેલ શ્રી વિનોદ અડવાણી 41 વર્ષની લાંબી સરકારી સેવામાં રહ્યા છે અને તે દરમિયાન તેઓએ રેન્જ ઇન્ફોર્સમેન્ટ, ચેકપોસ્ટ, વહીવટ, અપીલ, ઈગવર્નન્સ વગેરે જેવી શાખાઓનો અનુભવ મેળવેલો છે. આ અનુભવના આધારે તેમણે પ્રમાણમાં અઘરા લાગતા GST કાયદાની જોગવાઈઓને તથા લાગુ પડતા નિયમો અને કોર્ટ કેસોને આ પુસ્તકમાં સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કરેલ છે.
DARIYO : GST NI TARASANO
₹1,000.00 ₹780.00
Availability: 5 in stock

















Reviews
There are no reviews yet.