પાર્થિવી અધ્યારુ શાહ એક કવિયિત્રી, ટ્રાન્સલેટર અને લેખિકા છે. આ પુસ્તક લેખિકાની પોતાની સાહિત્યની અને જીવનની જર્ની વર્ણવે છે. પુસ્તકમાં તેમણે પોતાની સખીઓ વિશે દિલ ખોલીને લખ્યું છે. સખીઓને પણ પોતાની લેખનકાર્યની જર્નીમાં સામેલ કરી તેમણે ગુજરાતી સાહિત્યમાં એક નવતર પ્રયોગ કર્યો છે. પાર્થિવીબેનના શબ્દોમાં કહીએ તો આ આત્મકથા નહીં પરંતુ આત્મગાથા છે જેમાં શબ્દે-શબ્દે લાગણીઓના તાણાવાણા ગૂંથાયા છે. તેમના મતે માતૃભાષામાં ઢોળાયેલા સ્પંદનો આ પુસ્તકને એક પરી સંવાદની ગાથા બનાવે છે.

SAKHI RI

800.00 720.00

Availability: 1 in stock

તેમને આ પુસ્તક ઉપર અભિનંદન આપતાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કહે છે કે માનવ સમાજ અન્યના ઉષ્મા ભર્યા સંબંધો થકી ચેતનવંતો છે. સૃષ્ટિમાં વ્યાપ્ત અનેકવિધ પ્રકારના સંબંધોમાં સખી ભાવ સૌથી અનોખો, વિશિષ્ટ અને રળિયામણો હોય છે. એકબીજાના સુખ દુઃખને વ્યક્ત કરવાનું સ્થાયી સરનામું એટલે પ્રિય સહેલી. સહેલીઓ વચ્ચે લાગણીઓને વણી લઈને માતૃભાષામાં સર્જન કાર્ય થાય એ આનંદની વાત છે. તેઓ કહે છે ગુજરાતી સાહિત્યમાં વિશેષ પ્રકારના સર્જનથી એક નવો રંગ ઉમેરાશે.

Shopping Cart