ખૂબ મહત્વની પણ ખૂબ ઓછી ચર્ચા પામેલી ભારતની રસી-વિષયક નીતિઓને જાણવા-માણવા માટે ખૂબ સુંદર પુસ્તક. ઇતિહાસમાં ડોકિયું કરી રસી શબ્દની વિભાવના અને શોધ અને તેની પાછળની રસપ્રદ, જાણવા યોગ્ય માહિતી એક IAS ઓફિસરની અધિકૃત કલમે કહેવાઈ છે.અભૂતપૂર્વ સમયમાં સ્વદેશી રસીના ઉત્પાદન દ્વારા સમગ્ર વિશ્વમાંથી ભારતે પ્રાપ્ત કરેલ સરાહના તથા રસીનો ઈતિહાસ, રસીની આર્થિક, સામાજિક અસરો, રસી મુત્સદ્દીગીરી, રસી મૈત્રી જેવાં મુદ્દાઓની રસપ્રદ છણાવટ કરતું પુસ્તક “ભારતની વેક્સીન વિકાસ યાત્રા” રસી વિશેની ભૂતકાળની અને વર્તમાનની સઘળી વાતો આવરી લે છે તથા ભવિષ્યમાં રસીનું પ્રારૂપ અને તેને લગતાં અન્ય મુદ્દાઓની ચર્ચા કરે છે.

BHARAT NI VACCINE VIKAS YATRA

700.00 630.00

Availability: 1 in stock

રસીના ઇતિહાસ સાથે જ ચાલુ થતું આ પુસ્તક ભારતની એક કંપની વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક સંસ્થા કેવી રીતે બની તેનો રોમાંચક ઇતિહાસ વર્ણવે છે. એક સમયે રસી માટે અન્ય દેશો પર આધારિત ભારત કેવી રીતે કોરોના જેવાં કપરા કાળમાં પણ અભૂતપૂર્વ ગતિએ કોરોનાની રસી બનાવવા સક્ષમ થયું અને એક રસી મહાસત્તા તરીકે ઉભરી આવ્યું તેનું આ પુસ્તકમાં ખૂબ રસપ્રદ વર્ણન કરવામાં આવેલ છે. ભારતની આ આગેકૂચમાં ભારતની નેતાગીરીનો ફાળો નોંધપાત્ર છે. કોરોનાની રસી બનાવવામાં, જરૂરિયાતમંદ દેશો સુધી તે પહોંચાડવામાં અને વિશ્વની સૌથી મોટી રસીકરણ ઝુંબેશના અમલીકરણમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મોખરે રહીને જે કાર્ય કર્યું તેની વિશ્વના બધા દેશોએ નોંધ લીધી છે.

Weight 120 g
Dimensions 21.1 × 14 × 3 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “BHARAT NI VACCINE VIKAS YATRA”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top