લેખક કહે છે કે વિશ્વનો એક નિયમ છે કે માનવી પોતાની પાસે જે હોય તે જ બીજાને આપી શકે છે. પોતાની પાસે ન હોય તે બીજાને આપી શકતો નથી. આમ બીજાને જો સુખ આપવું હોય તો પહેલાં આપણે સુખી અને આનંદિત રહેવું પડે. ચિંતા વાળી વ્યક્તિ બીજાને ચિંતા આપશે, આનંદ વાળી વ્યક્તિ બીજાને આનંદ આપશે. આ પુસ્તકમાં લેખક આ હતાશા કે નિરાશામાંથી પણ ઉત્સાહ, ઉમંગ, જોશ, ઉર્જા અને શક્તિથી કૂદકો મારીને બહાર નીકળવાની ચાવી વાચકને આપે છે. ‘રાજપરા મિશન હેપીનેસ’ ચલાવતા લેખક આ પુસ્તકમાં સકારાત્મકતાનો સંદેશ ખૂબ અસરકારક રીતે આપે છે. આ પુસ્તક સકારાત્મકતાનો એક જોરદાર પ્રવાહ છે, જેમાં નિરાશાને દૂર કરવાની શક્તિ છે.
હતાશા એક એવી બીમારી છે કે એનો શિકાર થયેલી વ્યક્તિ પોતે તો દુઃખી થાય છે સાથે પોતાની સાથે સંપર્કમાં રહેનાર વ્યક્તિઓ, કુટુંબીજનો, સગાવહાલાં, મિત્રો વગેરેને પણ દુઃખી કરે છે. હકીકતમાં હતાશા એ કોઈ બીમારી નથી પરંતુ એક નકારાત્મક વિચારસરણીની કુટેવ જ છે.
HATASHAMA AASHA (HOPE IN HOPELESS)(GUJARATI)
NEW BOOKS₹300.00 ₹270.00
Availability: 10 in stock
Reviews
There are no reviews yet.