તેઓ દરેક પતિ-પત્નીને ઘરની વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે, બાળકોનો ઉછેર ઉત્તમ રીતે થઇ શકે અને અને ઘરમાં સામંજસ્ય સ્થપાઈ શકે તે માટેનાં ઉભયપક્ષે દાખવવાનાં વ્યવહારુ સૂચનો કરે છે. લેખક કહે છે કે સ્ત્રી અને પુરુષ બંનેના શરીરનું બંધારણ, શક્તિ અને કાર્ય જુદાં હોવા છતાં બંને એક બનીને એક નવું પરિમાણ સર્જી શકે છે.
શિક્ષણ, મનોવિજ્ઞાન, અને મનોચિકિત્સાના ક્ષેત્રે લેખકનો બહોળો અનુભવ આ પુસ્તકના દરેક પાના પર દ્રષ્ટિગોચર થાય છે. પોતાની નિદાનપ્રક્રિયા દરમ્યાન લેખક અનેક મનોરોગી સ્ત્રીપુરુષોના સંપર્કમાં આવ્યા છે અને તેમણે, તેમના દામ્પત્ય જીવનની વિષમતાઓ અને અધૂરપો અંગે સચોટ માર્ગદર્શન આપ્યું છે. લેખક સ્ત્રીપુરુષના સહજીવન અંગે ઊંડાણથી ચર્ચા કરે છે અને કુટુંબ વ્યવસ્થા જાળવવા માટે જરૂરી સામાન્ય પરિબળોની ખુલીને ચર્ચા કરે છે.
KURTAY SADA MANGLAM
NEW BOOKS₹750.00 ₹675.00
Availability: 1 in stock
Reviews
There are no reviews yet.