વ્યાપક અર્થમાં મોહન એટલે શ્રીકૃષ્ણ યોગેશ્વર ભગવાન જે સમગ્ર માનવજાતની ભાત ભાતની મૂંઝવણ મુશ્કેલીઓ સમસ્યાઓ સાંભળીને તે દૂર કરવાની ક્ષમતા અને અધિકાર ધરાવે છે તેને કોઈપણ વ્યક્તિ પ્રાર્થના રૂપે પોતાની વેદના વ્યક્ત કરે તો તેનો ઉકેલ કે નિવારણ થવાની અપેક્ષા રાખે છે. ડોક્ટર મોહનભાઈ પંચાલ એ એક શિક્ષક તથા કેળવણી, મનોવિજ્ઞાન, વર્તન શાસ્ત્ર અને સમાજશાસ્ત્ર જેવા વિષયોના ઊંડા અભ્યાસી છે. તેમના વ્યાપક અનુભવના આધારે તેઓ બાળકથી માંડી પ્રૌઢ સ્ત્રીપુરુષોને મૂંઝવતા પ્રશ્નોનો સમાધાન શોધવાનું માર્ગદર્શન આપી રહ્યા છે. અને તેથી જ તેમને પુસ્તકનું આ નામ રાખવાની સ્ફૂરણા જાગી.
શિક્ષણ અને કેળવણી વિશે પચાસ-પંચાવન પુસ્તકો લખ્યા પછી લેખકને એવું થયું કે શિક્ષણ-કેળવણીનું ક્ષેત્ર ફક્ત અધ્યયન અને અધ્યાપન પૂરતું સીમિત ન હોઈ શકે પરંતુ તે સમગ્ર માનવ કુળ, સમાજ અને તેના સૌ જનોને ઉંમરની મર્યાદા વગર સ્પર્શતું અને અસર કરતું હોવું જોઈએ.
MANNI MUZAVAN MOHANNE KAHIE
NEW BOOKS₹750.00 ₹675.00
Availability: 1 in stock
Reviews
There are no reviews yet.