વિષય પ્રમાણે કવિતાઓ ના ત્રણ ભાગ પાડીને ખંડ એક ખંડ બે અને ખંડ ત્રણ એવી રીતે ત્રણ ભાગમાં આ કાવ્યો ને વહેંચી દીધા છે. દરેક કાવ્યની રચના પાછળનો કવિનો દ્રષ્ટિકોણ અને તેની અલગ આગવી રજૂઆતને ધ્યાનમાં રાખીને આ કાવ્યોનું સંપાદન કરવામાં આવેલ છે. કોઈપણ બાળકને વાંચવું-ગાવું ગમે તેવું, વર્ગીકરણ કરીને મૂકેલું આ સંપાદન બાળકોને અને શિક્ષકોને ઉપયોગી થાય તેવી રીતે તૈયાર કરવામાં આવેલ છે.
ગુજરાતી ભાષાના નામાંકિત, જાણીતા, અજાણ્યા કવિઓના કાવ્યોનું સંપાદન આ ‘થોડાં નવાં બાળકાવ્યો’ શીર્ષક હેઠળ મૂકવામાં આવેલ છે. આ સંપાદનમાં છેલ્લા બે અઢી દાયકામાં પ્રકાશિત થયેલા બાળકાવ્યો મૂકવામાં આવેલા છે. સંપાદનકર્તાએ કાવ્યોને વિષયવાર ગોઠવીને કાવ્યો નું મહત્વ જાણે વધારી દીધું છે. વિષય પ્રમાણે કવિતાઓના ભાગ પાડીને આ કાવ્યોને વિષયવાર વહેંચી દીધા છે. સંપાદનમાં વિષય કેન્દ્રી આઠ વિભાગો પાડ્યા છે. એના શીર્ષકો ઉપરથી વિષય સ્પષ્ટ થાય છે અને આમ કરવાથી જે તે વિષયના સંદર્ભે નવા કવિઓની રચનાને પણ સારી રીતે ગોઠવીને મૂકી શકાય છે. ખંડ એકમાં ‘કુદરત અને પ્રાર્થના’ વિષય પરનાં કાવ્યો મૂકવામાં આવેલ છે.
THODA NAVA BALKAVYO (KHAND – 1)
NEW BOOKS₹700.00 ₹630.00
Availability: 1 in stock
Reviews
There are no reviews yet.