શ્રી મોહનભાઈ પંચાલ એ પોતે લખેલા પુસ્તકોમાંથી ઉત્તમ લેખન અંશોની પસંદગી કરીને તેને આ પુસ્તકમાં સમાવ્યા છે. તેમનાં કુલ 20 થી 22 પુસ્તકોમાંથી નોંધપાત્ર કહી શકાય તેવાં અને કેળવણી અને શિક્ષણના વિષયવસ્તુને ઉજાગર કરે તેવા 32 અંશો-પ્રકરણોને આ પ્રસંગિક ગ્રંથમાં સમાવેલા છે. આ પુસ્તકમાં તેમણે તેમના પસંદગીના પુસ્તકોમાંથી રસપ્રદ અને પ્રેરક પ્રકરણો પસંદ કરીને વિષય વૈવિધ્ય જળવાઈ રહે તે રીતે મુકેલા છે. જેમાં શિક્ષણ, કેળવણી, તેની પ્રક્રિયા અને પ્રસાધનો તેનો એક સમગ્ર દર્શી અર્થ કે સમજ કોઈપણ વાચકને મળી શકે તેવી રીતે મૂકવામાં આવેલ છે. તેની સાથે તેમની વાર્તા, નવલકથા અને આત્મકથાના અને મનોચિકિત્સાના થોડા અંશો પણ તેમણે પુસ્તકમાં સમાવેલા છે.
વર્ગખંડોમાં કેદ થયેલા શિક્ષણને મુક્તિ આપીને તેને જીવન ઉપયોગી અને વ્યવહારુ આયામ બક્ષનાર ડૉ. મોહનભાઈ પંચાલ જેવા શિક્ષણકારોએ ગુજરાતની જનતાને ફક્ત શિક્ષણ અને કેળવણી વિષયક જ નહીં પરંતુ ઘણા બધા અર્થસભર પુસ્તકો આપ્યા છે અને તે બધા પુસ્તકોનો નિચોડ એ આ પુસ્તક છે.
VITYAN VARSHO JEMAN…
NEW BOOKS₹1,000.00 ₹900.00
Availability: 1 in stock
Reviews
There are no reviews yet.