શિક્ષણ જગતમાં ચાલતાં વહેણ અને વમળમાં જીવતી, ફંગોળાતી, અથડાતી અને અટવાતી, સિદ્ધિનાં સીધાં ચડાણો કરતી અને ‘ટ્રેજિક હીરો’ની જેમ પતન પામતી પણ લોકહૃદયના સિંહાસન પર આરૂઢ થતી, એક વિદ્યા પુરુષની પ્રતિભા અને કર્મણ્યતાને પ્રગટાવતી જીવનઝંઝાની રોમાંચક અને કરુણ – મધુર નવલકથા છે. લેખકે નવલકથાનું નામ ઝંઝાના ઝાંઝર રાખીને ઘણું સૂચવી દીધું છે. આ નવલકથા જીવનઝંઝાના નૃત્ય-સંગીતના ઝંકાર સમી એક અનોખી કૃતિ બની છે. એમાં ઝંઝા છે, ઝાંઝરનો ઝંકાર અને જીવનભાવોનું તાંડવ તથા લાસ્ય પણ છે. આ અનુભૂત જીવનના ઝંઝાવાતની કથા છે. ડોક્ટર મોહનભાઈ પંચાલની આ પ્રથમ નવલકથા વિષય વસ્તુ, પરિવેશ, દર્શન તેમજ અભિવ્યક્તિની દ્રષ્ટિએ એક વિશિષ્ટ રચના બની છે.
શિક્ષણમાં લબ્ધ પ્રતિષ્ઠિત કેળવણીકાર ડોક્ટર મોહનભાઈ પંચાલની સર્જન યાત્રા ધ્યાન ખેંચનાર બની રહી છે. શૈક્ષણિક વિષયવસ્તુ પર રચાયેલી તેમની આ પહેલી જ નવલકથા એક અનોખી જ ભાત પાડે છે. તેઓ એક જાણીતા શિક્ષણવિદ હોવાથી આ નવલકથા ઉપર તેમની પકડ જોઈ શકાય છે.
ZANZANAN ZANZAR
NEW BOOKS₹900.00 ₹810.00
Availability: 1 in stock
Reviews
There are no reviews yet.