આ પુસ્તકમાં લેખક દ્વારા GPSC/UPSC તેમજ વર્ગ 1/2/3ની અન્ય તમામ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ માટે નીતિશાસ્ત્ર-એથિક્સ વિષયની તૈયારી માટે ઉપયોગી વિગતોની ચર્ચા કરવામાં આવી છે જેમાં PYQ, કેસ સ્ટડી, વ્યાખ્યાઓ, અવતરણો અને ઉદાહરણોને પણ સમાવી લેવામાં આવ્યા છે. આ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે નીતિશાસ્ત્ર- એથિક્સના પેપરની લગભગ દરેક વાતોને અહીં આવરી લેવાઈ છે. આ પુસ્તકમાં એથિક્સની પાયાની સમજ, સિલેબસ, કી વર્ડ્સ, નૈતિક દ્વિધા, લખવા-વાંચવાનું ભારણ, મોરલ થીંકર્સના અવતરણ, એથિક્સના કેટલાક સિદ્ધાંતો અને પરીક્ષાલક્ષી થીયરી, લાગુ પડતા કેટલાક કાયદા, મહાનુભાવોના અવતરણને લગતા કયા પ્રશ્નો વધુ પુછાય છે-તે સર્વે વાતોને આવરી લેવાઈ છે. તે ઉપરાંત સારી કામગીરી કરતા સનદી અધિકારીઓના ઉદાહરણ અને PYQ તેમજ વર્તમાન પ્રવાહો આધારિત કેસ સ્ટડી તેમજ તેને ઉકેલવા માટેની ટીપ્સ પણ અહી આવરી લેવાયાં છે.

NITISHASTRA ETHICSNI A… B… C… D…

700.00 630.00

Availability: 5 in stock

અહીં પ્રેક્ટિસ માટેના કેટલાક પ્રશ્નો અને કેસ સ્ટડીઝ પણ આપેલ છે. સિલેબસ પ્રમાણે ચેપ્ટર્સ રાખવાને બદલે કોન્સેપચ્યુલ ક્લેરિટી અને પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની બાબતોનો ક્રમ પસંદ કરવામાં આવેલ છે. દળદાર અને ભારેખમ પુસ્તક બનાવવાને બદલે ઉમેદવારની અગત્યની નોટ્સ સમાન લખાણ અપાયેલ છે. અહીં એ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે કે વિષયને અનુલક્ષીને કહેવામાં આવતી પરીક્ષાલક્ષી વાતોને જ સ્થાન અપાય અને ફિલોસોફીનો ઓવરડોઝ ન થઈ જાય.

Weight 387 g
Dimensions 24 × 18 × 1 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “NITISHASTRA ETHICSNI A… B… C… D…”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top