UPSC, GPSC, GSSSB, GPRB, TET, TAT તેમજ તમામ અન્ય પરીક્ષાઓના PYQ ના પૃથ્થકરણના અને ટ્રેન્ડના આધારે તારવેલ અગત્યના ટોપિક્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી પુસ્તક આવરી લે છે. આ ઉપરાંત MCQ, one-liner, જોડકાં, વિધાન ટાઈપ પ્રશ્નો અને પ્રશ્નોત્તરી તેમજ વર્તમાન પ્રવાહો સહિત સામાન્ય જ્ઞાન વધારવા માટેની ટિપ્સ પણ અહીં આવરી લેવાઈ છે. આ પરીક્ષામાં સામાન્ય જ્ઞાનની પણ ચકાસણી થતી હોવાથી અને સામાન્ય જ્ઞાન બદલાતું રહેતું હોવાથી સામાન્ય જ્ઞાનને કઈ રીતે વધારવું તેની સુંદર છણાવટ લેખક દ્વારા કરવામાં આવી છે જેમાં નવી શોધો, એવોર્ડ, પારિતોષિક, ખેલ જગત, દેશ-વિદેશના રોજબરોજના બનાવો, અર્થશાસ્ત્રના તાજેતરના ફેરફારો, વિશ્વ સંસ્થાની (બેઠકો-G 20 પ્રકારની), નવા ઠરાવો, સરકારની નવી યોજનાઓ વગેરેનો સમાવેશ થાય છે.

SCIENCE AND TECHNOLOGY

₹650.00 ₹585.00

Availability: 5 in stock

ફક્ત અગાઉના વર્ષોના પેપરો અથવા તો અગાઉ પૂછાઇ ગયેલા પ્રશ્નો PYQ ના આધારે તૈયારી કરવા કરતાં પરીક્ષાની તૈયારી માટેની અન્ય ઉપયોગી વાતોને ધ્યાનમાં લેવાનું લેખક સમજાવે છે કારણ કે દરેક વખતે પેપર સેટર કંઈક નવું પૂછે છે. જીપીએસસી અને ગૌણ સેવાની પરીક્ષા પદ્ધતિમાં પણ સમયાંતરે ફેરફાર થતા રહે છે. પરીક્ષાઓમાં પેપર સેટર જાણી જોઈને કેટલાક પ્રશ્નો ટ્વિસ્ટ કરે છે અને ઉમેદવાર પાસેથી સંતુલિત અભિપ્રાય કે લોજીકલ થીંકીંગની અપેક્ષા રાખે છે, જે સમજવા માટે આ પુસ્તક ખૂબ ઉપયોગી છે. આ પુસ્તક થકી તેમણે પોતાના અનુભવના આધારે પ્રમાણમાં અટપટા લાગતા સાયન્સ એન્ડ ટેકનોલોજીના વિષયને સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કરેલ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓના સૌ ઉમેદવારોને આ પુસ્તકમાં આપેલ છણાવટ ઉપયોગી નીવડશે.

Weight 350 g
Dimensions 24 × 18.5 × 1 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “SCIENCE AND TECHNOLOGY”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top