UPSC, GPSC તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની મેઇન્સ એક્ઝામની તૈયારી માટે ઉપયોગી પુસ્તક. Disaster અંતર્ગત આવતી પૂર, પ્લેન ક્રેશ જેવા અકસ્માત, ભૂકંપ, ગેસ લીક, ભૂસ્ખલન, વગેરે જેવી તમામ ઘટનાઓ આપણી આસપાસ બનતી રહે છે.   આ પુસ્તકમાં તેની પાયાની વ્યાખ્યાઓ, આપત્તિની ભૌગોલિક અને પર્યાવરણીય બાબતોનો સમાવેશ કરીને વિષયને શક્ય તેટલો સરળ રીતે રજુ કરવાનો પ્રયાસ થયો છે.

DISASTER MANAGEMENT (AAPATI VYAVASTHAPANNI) TUNKI MARGDARSHIKA

₹850.00 ₹765.00

Availability: 5 in stock

આ પુસ્તકમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ (યોકોહામા સ્ટ્રેટેજી, Hyogo, Sendai Framework), ભારતે કરેલ આંતર-રાષ્ટ્રીય કરારો અને પહેલ, ભારત અને ગુજરાત કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપનની પાયાની સંસ્થાઓ અને કેડર (2nd ARC report, NDMA, GSDMA, NDRF, SDRF, વડાપ્રધાનનો 10 મુદ્દાનો પ્લાન, વગેરે) અંગેની વિગતો કવર કરવામાં આવેલ છે. ઉપરાંત વિવિધ કમિટીઓ અને બેઠકોની પરીક્ષાલક્ષી વિગતો અહીં આવરી લીધેલ છે. વર્તમાન સમયની ટેકનોલોજીની નવી પહેલ તેમજ દુર્ઘટનાઓની તથા સમયાંતરે યોજાતી આ વિષયને લગતી વિવિધ આંતર-રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કોન્ફરન્સ અંગેની વિગતો અને બેસ્ટ પ્રેક્ટિસ અંગે અહીં જણાવેલ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક એવો વિષય છે કે જેમાં સ્ટડી મટીરીયલ ખૂબ ઓછું ઉપલબ્ધ છે. શ્રી વિનોદ અડવાણીએ પોતાના અનુભવના આધારે ગુજરાતીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના વિષયને પરીક્ષાની દ્રષ્ટિએ સારી રીતે સમજાવવાનો પ્રયાસ કરેલ છે.

Weight 400 g
Dimensions 24 × 18.5 × 1 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “DISASTER MANAGEMENT (AAPATI VYAVASTHAPANNI) TUNKI MARGDARSHIKA”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top