હાઇજેક નવલકથા લેખિકા દ્વારા બે ભાગમાં લખાઈ છે. આ દળદાર નવલકથામાં અસંખ્ય પાત્રો અને ઘટનાઓ છે. સિલસિલાબંધ ઘટનાઓ કથાને એક ગતિ આપે છે. એક પછી એક ઘટના આકારિત થતી રહે છે અને વાચકને હવે શું ની ઇન્તેજારી આપતી રહે છે. પહેલા પ્રકરણથી જ બલ્કે પહેલા વાક્યથી જ વાચક કથામાં સંડોવાય છે કથાનો વેગ જ એટલો ધસમસતો છે કે વાચકને પણ એની સાથે દોડવું પડે છે

HIJACK PART – 1

550.00 495.00

Availability: 5 in stock

સામાન્ય રીતે બે મનુષ્ય વચ્ચે સંવાદ થાય ત્યારે સહજ અને ઓછા શબ્દોમાં જ થતો હોય છે. લેખિકા આ વાત સુપેરે સમજે છે. આ નવલકથામાં ભાષા એક સાધન છે. સીધી અને સપાટ ભાષા થકી કથા સુરેખ ગતિએ આગળ વધે છે. આ નવલકથામાં પણ લેખિકા કથનથી જ કામ લે છે. સર્જનાત્મક ભાષાનો ઉપયોગ ભાગ્યે જ થયો છે. આ કથા નું શિર્ષક હાઇજેક સ્થૂળ અર્થ ધરાવતું નથી, સૂક્ષ્મ અર્થ પણ આપે છે. જાણે કે પ્રત્યેક મનુષ્ય હાઇજેક થયેલો છે. લાંબા અને પહોળા પટે પથરાયેલી આ નવલકથા માનવનિયતિ અને માનવપ્રકૃતિની કથા પણ બની રહે છે. પહેલો ભાગ એટલો ચોટદાર થયો છે કે વાચકને બીજો ભાગ વાંચવા મજબૂર થવું જ પડે.

Weight 450 g
Dimensions 21 × 14 × 2 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “HIJACK PART – 1”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top