પહેલા ભાગના પ્રકરણમાં શિખા છે, તે તણાવમાં છે, ચિંતામાં છે એજ શિખા બીજા ભાગના અંતના પ્રકરણમાં હળવી ફૂલ બને છે. બંને વખતનું દ્રશ્ય સ્નાનનું છે પરંતુ સંદર્ભો અને માનસિકતા જુદાં છે. વય પણ જુદી છે. વચ્ચેનાં પૃષ્ઠોમાં ચડાવ-ઉતાર, આરોહ – અવરોહ અને જીવનની ભાગદોડ છે, જીવન સારું છે કે ખરાબ એ અંગે મતમતાંતર હોઈ શકે પરંતુ જેવું છે એવું જીવન મૂલ્યવાન છે એની પ્રતીતિ નવલકથાનું અંતિમ પ્રકરણ આપે છે એમ કહી શકાય.
હાઇજેક નવલકથાના બીજા ભાગની આ કથા પૂર્ણ થાય ત્યારે વાચક જીવન વિશે, એની આકસ્મિકતા વિશે, સાર્થકતા અને નિરર્થકતા વિશે, નૈતિકતા અને અનૈતિકતા વિશે વિચાર કરવા પ્રેરાય છે તે લેખિકાની સફળતા ગણી શકાય.
HIJACK PART – 2
₹600.00 ₹540.00
Availability: 5 in stock











Reviews
There are no reviews yet.