બહેન આભા પરણી ગઈ છે. તેના માતા પિતા વર્કિંગ પેરન્ટ હતા પરંતુ મોંઘવારીના આ યુગમાં તેમને ઘર ચલાવવું અઘરું પડતું હતું. તેમને મદદ કરવા રિવા એક ઇન્ટરવ્યૂ આપવા જાય છે અને સિલેક્ટ પણ થઈ જાય છે. રિવાની જેમ જ નવલકથાનું મહત્વનું અને દમદાર પાત્ર પૃથ્વીનું છે રિવા તેના પ્રેમમાં છે આગળ ઉપર પાત્રો ઉમેરાતા જાય છે ઘટનાઓ બનતી જાય છે વાચકને ખળભળાવતી જાય છે. આ નવલકથાના પાત્રોના તાણાવાણા એવી રીતે ગોઠવાયેલા છે કે ઘણીવાર તો વાચક ભુલાવામાં પડી જાય. દિલધડક ઘટનાનું રોપણ આ પ્રકારની નવલકથાનો પ્રાણ હોય છે અને એવું જ નિરૂપણ લેખિકાએ ષડયંત્ર નવલકથામાં કર્યું છે. લોકપ્રિય કથા લેખકની ખૂબી એ જ હોય છે કે વાચક જ્યારે કથા વાંચવાની શરૂ કરે છે કે તરત જ કથાના ધારા પ્રવાહોમાં ઘસડાવવા લાગે છે. દરેક પ્રકરણ તેને પ્રભાવિત કરી મૂકે છે અને તેને એક પછી એક પ્રકરણ વાંચવા દિવસ કરે છે ષડયંત્ર કથામાં આવું જ કંઈક બને
છે.
ષડયંત્ર નવલકથામાં ઘટનાઓની ભરમાર છે અને પાત્રો પણ ઘણા બધા છે. લેખિકાએ આ નવલકથામાં ભાષાનો એક સાધન પૂરતો જ ઉપયોગ કર્યો છે અને એ ભાષા પણ એટલી સરળ અને સહજ છે કે વાચકને અબોધ કે અર્થગ્રહણના પ્રશ્નો ઊભા થતા નથી. નવલકથાના પ્રથમ પ્રકરણથી છેલ્લા પ્રકરણ સુધીનો ભાષા પ્રયોગ દ્રશ્યાત્મક છે વાચકની સામે જ ઘટના દ્રશ્ય બની હોય તેવો અનુભવ થાય છે.
SHADYANTRA
₹800.00 ₹720.00
Availability: 5 in stock
| Weight | 530 g |
|---|---|
| Dimensions | 21 × 14 × 2 cm |












Reviews
There are no reviews yet.