નવલકથાનું શીર્ષક દેખીતી રીતે જ વાર્તાના હાર્દને સ્પષ્ટ કરી આપે છે. લેખિકાએ આ બોલકુ વલણ ઈરાદાપૂર્વક રાખ્યું છે કારણ કે તેમને વાત કરવી છે સ્નેહની સરિતા વહાવતી એક સ્ત્રીની. દાંપત્ય જીવનના 50 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા દંપતિ સુલોચના અને અનંતનો પરિવાર મધ્યમ વર્ગનો છે અને ખૂબ લાગણીશીલ છે. આ પાત્રોમાં તેમના પરિવારના અન્ય પાત્રો એક પછી એક ઉમેરાતા જાય છે અને કથાને ગતિ આપતા રહે છે. કથા લાંબી હોવા છતાં ક્યાંય શિથિલ થતી નથી, રસભંગ થતો નથી. કથાના એક પછી એક અંકોડા ખૂલતાં જાય છે અને વાચક વિસ્મય પામતો રહે છે. કથન-વર્ણન-વસ્તુગૂંથણી અને સંવાદ એમ દરેક બાબતે લેખિકા એક સર્જક તરીકે સભાન છે.

SENHSARITA

600.00 540.00

Availability: 5 in stock

નવલકથાનું પહેલું પ્રકરણ વર્તમાન કાળની વાત કરે છે. અંતિમ પ્રકરણ પણ ફરી એકવાર ત્યાં જ આવીને ઊભું રહે છે અને આખી નવલકથા ફ્લેશબેકમાં ચાલે છે પરંતુ વાચકને સમજવા કે માણવામાં જરાય તકલીફ પડતી નથી. લેખિકા પાસે સરળ ભાષા છે, લાગણીશીલતા છે, અભિવ્યક્તિની આવડત છે, ઘટનાઓને સાંકળવાની કુશળતા છે, સંયોજનની અજબ શક્તિ છે. આ બધું એકસૂત્રે પરવાય છે તેથી ધાર્યું પરિણામ પ્રાપ્ત થયું છે. લેખિકા વાચકને એક રસપ્રદ નવલકથા આપી રહ્યા છે જેમાં વિચારોનો ભાર નથી, સાવજીક અને સરળ છે અને પોતે પણ સ્ત્રી હોવાથી નારીસંવેદનાને પકડી શકે છે. નારીના જીવન સાથે સંકળાયેલી ઝીણી ઝીણી બાબતોનું તેમનું નિરીક્ષણ પ્રશંસા પાત્ર છે સ્ત્રીઓ પહેરતી હોય તે દાગીના, જુદાં જુદાં વસ્ત્રો, સ્ત્રીના મોજશોખની વસ્તુઓ, સ્ત્રીની ઈચ્છાઓ, આકાંક્ષાઓ, સ્વપ્નો વગેરેનું સૂક્ષ્મ નિરૂપણ પ્રતીતિકર બબન્યું છે. લેખિકાનું અનુભવવિશ્વ અને સંવેદનવિશ્વ વિસ્તૃત છે જેનો લાભ કૃતિને મળે છે અને આમ કૃતિને સારા અને નોંધપાત્ર નારી પાત્રો પ્રાપ્ત થાય છે.

Weight 430 g
Dimensions 21 × 14 × 2 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “SENHSARITA”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top