સામાન્ય રીતે નવલકથા સ્વરૂપમાં પાત્રબાહુલ્ય હોય ત્યારે લેખક માટે કથાનું નિર્માણ કરવું કસોટીની વાત બને છે પરંતુ લેખિકા એકસાથે અસંખ્ય પાત્રોની સૃષ્ટિ વાચક સમક્ષ ખડી કરે છે જેમાં અલગ અલગ પરિસ્થિતિઓમાં અલગ અલગ પાત્રો જીવનની શતરંજ ખેલતાં અને હારતાં જીતતાં નજરે પડે છે જેમાં દીક્ષા, માનસ, યુગ, સુલોચના, સત્યાબા બધાના જીવનમાં ડોકિયું કરતાં તેમની નાની મોટી સમસ્યા પાસે થઈને વાચક પસાર થાય છે. દરેક વ્યક્તિ કંઈક મેળવવા માંગે છે. દરેકની કોઈ વાસના છે, ઈચ્છા છે, અભીપ્સા છે. એ પ્રાપ્ત કરવા માટે તે કોઈ પણ હદ સુધી જતું પણ અનુભવાય છે. કહેવાતા આદર્શો, સૌજન્ય, જીવનનિષ્ઠા અને જીવનવિવેકથી બધું ઠેબે ચડતું અનુભવાય છે.

SHATARANJ

625.00 562.50

Availability: 5 in stock

શેક્સપિયરનાં પાત્રોમાં જે રીતે મનુષ્યના ભીતરની અપરાધવૃત્તિ, દમિત વાસના, મહત્વાકાંક્ષા અને સંકુલતા પ્રગટ થાય છે તે જ રીતે લેખિકા પણ પાત્રોની વૃત્તિ અને પ્રવૃત્તિઓ, પાત્રોના મનમાં રહેલો ગંદવાડ બધું જ
સપાટી પર લાવી શકે છે. આ નવલકથાના પાત્રો આપણી આસપાસના લોકોનું જાણે પ્રતિનિધિત્વ કરે છે. પાત્રનિરૂપણમાં જરૂર પડી ત્યાં પાત્રની ખૂબીઓ અને ખામીઓનું ઝીણવટભર્યું વર્ણન લેખિકાએ કરેલું છે. તેમની સંવાદની કળા સાદી સીધી પણ ખૂબ જ અસરકારક છે. શતરંજ નવલકથા મનુષ્ય જીવનની કુંઠા, એષણા, અધૂરપો અને લાલસાની કથા છે. જીવન એક નાટક છે અને માનવ માત્ર એના પાત્રો છે. એવી જ રીતે જીવન એક શતરંજ છે અને હરેક મનુષ્ય એના મોહરાં છે જેને
નિયતિ કે ઈશ્વર યથેચ્છ નચાવે છે.

Weight 450 g
Dimensions 21 × 14 × 2 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “SHATARANJ”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top