શરીરનું સુપ્રીમ લીડર મન છે, પરંતુ મન સાથે વિચારો, ઈમોશન્સ અને આવેગો પણ એટલી જ મોટી ભૂમિકા ભજવે છે. આ પુસ્તકમાં મોટેભાગે મનની, વિચારોની અને ઇમોશન્સની વાત કરવામાં આવી છે તે સિવાય કેમિકલ ઈમ્બેલેન્સ કે હોર્મોન્સ આપણી પર કેવી, કઈ રીતે અને કેમ અસર કરે છે તેના વિશે અહીં કહેવામાં આવ્યું છે. આ પુસ્તકમાં ફક્ત મનની કે મનની પળોજણની જ વાતો નથી, અહીં તેને ખાસ અને પ્રસ્તુત બનાવવા લોકોના મનના રસ્તે થતી શારીરિક સમસ્યાઓને પણ ફીલ કરીશ સાયન્ટિફિકલી વિઝન ઉમેરવામાં આવ્યું છે.

MAN MARJIVA

500.00 450.00

Availability: 10 in stock

અહીં ફક્ત માનસિક સમસ્યાઓની જ વાત નથી બલ્કે શારીરિક સમસ્યાઓને પણ નવા એંગલથી જોવાનો પ્રયાસ છે. આ પુસ્તકમાં શરીર અને મનના કનેક્શનની મોટાભાગની વાતો વણી લેવામાં આવી છે. ડિપ્રેશન, સ્ટ્રેસ, એન્ઝાઈટી અને ઓવર થીંકીંગ જેવા મોટા મોટા નામો ધરાવતી માનસિક બીમારીઓ દૂર કરવાના સરળ માર્ગો પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. આ પુસ્તકમાં ‘ગટ બાયોમ’ની ખરાબ થી સારા કરવા સુધીની પ્રક્રિયા, જેમાં વિચારોની, ઈમોશન્સની અને મન કે દિમાગની ભૂમિકાને ફોકસ કરવામાં આવી છે. લેખિકા કહે છે કે ગરબડ તમારા પેટમાં નહીં તમારા દિમાગમાં છે. મુખ્ય દિમાગ સિવાયનું બીજું દિમાગ પેટમાં હોય છે, પેટ અને બ્રેઇન વચ્ચે સીધું કનેક્શન છે. આપણી કેટલીક પ્રવૃત્તિઓ કેટલું ખાનપાન કેટલીક વિચારધારા અને વિચારો જે મોટા ભાગે નેગેટીવ કે ચિંતા વધારનારા હોય છે તે ગટને ખરાબ કરી દે છે. આમ, આ પુસ્તક ઈનર હીલિંગ પાવર અને બોડી કનેક્શનની વાત ડીપમાં કરી રહ્યું છે. ઈમોશન્સની બોડી પર તો ઠીક ડી.એન.એ. પર પણ જોરદાર અસર થતી હોય છે. ઈમોશન્સ, જે સારા કે ખરાબ હોઈ શકે તે ડી.એન.એ.નો શેપ બદલી શરીર ઉપર કેટલીક અસરો છોડે છે. આની સાથે વારસામાં મળતા માનસિક રોગ, બીમારીઓનો કાલ્પનિક ડર, સેલ્ફ હિલિંગ તથા મનને કેમ મજબૂત કરવું, કેવી રીતે કંટ્રોલમાં રાખવું તેની ટિપ્સ સાથે નેગેટિવ ન્યુરોનલ પેટર્ન બદલવા વિશે વાત કરવામાં આવી છે.

Weight 191 g
Dimensions 21.5 × 14 × 0.9 cm

Reviews

There are no reviews yet.

Be the first to review “MAN MARJIVA”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
Scroll to Top